________________
૧૬ ભવ. )
શુદ્ધ તપ સ્વરૂપ. નહિ, પરંતુ એવું વિચારે જે આ પુરૂષ ખરાને વાતે મને અનિષ્ટ વચન કહે છે. એ મારો ઉપકારી છે કેમકે એણે જે વચન મને કહ્યું તે સત્ય છે. અથવા એ પુરૂષ જે કહે છે તે અસત્ય છે તે પણ મારે તેની ઉપર કોઇ કર એ યુક્ત નથી, એમ ચિંતવી પોતે તેની ઉપર કેંધ કરે નહિં અને સમ્યફ રીતે આક્રોશ સહન કરે.
તપસ્યાના હેતુઓ સંબંધી શાસ્ત્રમાં નીચે પ્રમાણે ફરમાન છે.
નિર્દોષ, નિયાણાવિનાનું અને નિર્જરાનાજ કારણભૂત એવું શુદ્ધતપ સારી બુદ્ધિવડે મનના ઉત્સાહ પૂર્વક કરવું.
જેનાથી શરીર તપે તે તપ કહેવાય છે. રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને શુક્ર તેમજ અશુભ કર્મો તેનાથી તાપ પામે છે, તેથી તેને તપ કહે છે. તે તપ નિર્દોષ કરવું એટલે આ લેક તથા પરલોકના સુખની ઇચ્છા અને નિદાન રહિત કરવું. જે માણસ શુદ્ધચારિત્રનું પાલન કરીને ભોગાદિક પ્રાપ્ત કરવાનું નિદાન કરે છે, તે ફલ આપવામાં દક્ષ એવા કલ્પવૃક્ષને વધારીને પછી તેને ભસ્મસાત કરે છે.
એ નિદાન (નીયાણું) નવ પ્રકારનાં છે. વળી તે તપ ચિત્તના ઉલાસપૂર્વક કરવું. પણ સજાની વેઠની પેઠે અણગમાથી કરવું નહિં. તેમજ જેટલી શક્તિ હોય તેટલું કરવું, જે તપ કરવાથી મન દુષ્ટ (માઠા વિચાર કરનારું) ન થાય, ઈદ્રિયની હાની ન થાય અને વેગ પણ ન હણાય તેવું તપ કરવું. વળી પરાધિન બુદ્ધિથી દીનપણે અનાદિકની પ્રાપ્તિના અભાવે આહાર ત્યાગરૂપ અજ્ઞાન તપ કરે તે તે આશ્રવનું કારણ હોવાથી તથા ક્રોધાદિક કષાયના ઉદયનું આશ્રિત હેવાથી તે તપ નથી, પણ પૂર્વે બાંધેલા અંતરાયકર્મના ઉદયથી અસાતવેદનીયને માત્ર તે વિપાકજ છે. કેમકે આહારનો ત્યાગ કરે તે દ્રવ્યતપ છે, અને આત્મસ્વરૂપની એકાગ્રતા કરવી તે ભાવતપ છે. આ ભાવત"
જ કારણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com