________________
પણ કેવા
કરવાને
૧૬ ભવ. ]
શુભાશુભ કર્મ ગૌતમ ગણધરને પદાર્થના ઉત્પન્ન થવાને, નાશ થવાને, અને ધવપણે કાયમ રહેવાને જે નિયમ સમજાવ્યું હતું, તે નિયમને તાબે તેમને પિતાને જીવ કેવી રીતે થયું હતું તે નયસારને જીવ જુદા જુદા ભવમાં ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને જીવ દ્રવ્ય ધ્રુવપણે કાયમ રહેલ છે અને રહેશે તે આપણે જોઈશું તેથી આ પણી ખાત્રી થશે. એ નિયમ જગતના તમામ જીવો અને પદાર્થને લાગુ છે. એટલે જગતમાં જે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને જગત ધવપણે કાયમ રહે છે. એ નિયમ અનાદિ અનંત કાળથી ચાલતો આવે છે, અને ભવિષ્યમાં કાયમ રહે વાને છે. એ કદાપિ કાળે ફેરફાર થવાને નથી. હવે આપણે આ વિશ્વતિના ભવ ઉપરથી શું
સમજવા જેવું છે, તેના વિચાર કરીએ.
પૂર્વભવમાં જીવે જે શુભાશુભ આચારનું સેવન કરી શુભાશુભ કામ વર્ગના દળયાં આત્મપ્રદેશની સાથે સંલગ્ન કરેલાં હોય છે, તે દળીયાં નિમિત્ત કારણ પામી સુખ દુઃખ રૂપે જીવને કેવી રીતે દેરે છે, તે બને રીતે આ ભવમાંથી મળી આવે છે. - પૂર્વના મનુષ્યના ભાવોમાં ત્રિદીપણાથી સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થવાને જે અભ્યાસ પડેલે હતો તે આ ભવમાં પણ ઉદય આવે છે. ઉદ્યાનમાંથી રાજકુમાર વિશ્વભૂતિને ખસે. ડવાને જે પ્રપંચ થયે તે ઉપરથી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને જૈનમુનિ પાસે દીક્ષા લે છે. તેમની પાસે રહી શાસ્ત્રાભ્યાસ કરી તપસ્યામાં જોડાય છે. આ ભવમાં એમને જૈનધર્મની દીક્ષા પાછી ઉદય આવે છે. મરિચિના ભવમાં ત્રિદંડીપણાની જે અશુદ્ધ ભાવના તેનામાં જાગી હતી. તેના સંસ્કાર ઉતરી તે ચૌદ ભવ સુધી ચાલ્યા હતા; ને તેથી જ વખતેવખત ત્રિદંપણાની દીક્ષા અંગીકાર કરતા હતા. મરિચિના ભવમાં ચરિત્રમોહનીય કર્મનાં જે દલીને સંચય કરી કર્મને બંધ કરે તે કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com