________________
૧૩
૩-૪– ભવ. ] કપિલનો મેળાપ. ચક્રવતમાં પહેલા અને મારા પિતામહ (દાદા) તીર્થકરોમાં પહેલા. એ પ્રમાણે કુલનું અભિમાન કરવાથી તેમણે નીચગેત્ર નામનું કર્મ ઉપાર્જન કર્યું.
ભગવંત ઋષભદેવના નિર્વાણ પછી પણ મરિચિ સાધુઓની સાથે વિહાર કરતા, અને ભવ્ય જિનેને બંધ કરી કરીને સાધુઓની પાસે (દીક્ષા ) માટે મોકલતા હતા. એક વખત મરિચિ વ્યાધિ ગ્રસ્ત થયે, તે વખતે આ સંયમી નથી, એમ જાણે પિતાને તેની સારવાર કરવા અધિકાર નથી એવું ધારી બીજા સાધુઓએ તેની સારવાર કરી નહિ. તેથી ગ્લાની પામી મરિચિ મનમાં ચિંતવવા લાગે કે-અહો ! આ સાધુઓ કે જેઓ દાક્ષિણ્ય વગરના, નિર્દય, સ્વાર્થમાંજ ઉદ્યમી અને લોકવ્યવહારથી વિમુખ છે, તેમને ધિક્કાર છે. હું કે જે તેમને પરિચિત, નેહવાળે અને એકજ ગુરૂને દીક્ષિત તેમજ વિનીત છું, તેનું પાલન કરવું તે દૂર રહ્યું; પણ તેઓ સામું પણ જોતા નથી એમ તેમના દુષણ જોવા લાગ્યા. સામાન્ય રીતે જીવને પિતાના અવગુણ અને પારકાના ગુણના વિચાર આવતા નથી.” તેથી મરિચિ જેવા સ્વછંદ ચારણીને દુખના વખતે એવા વિચાર આવે ! તેમાં નવાઈ નથી. વળી તેના મનમાં આવ્યું કે તેમના આચારથી મારો આચાર ભિન્ન છે. હું શુદ્ધાચારનું પાલન કરતો નથી, તેથી મહારા જેવાની પરિચર્યા તેઓ શી રીતે કરે? માટે આ વ્યાધિમાંથી હું મુક્ત થાઉંતે પછી મારી સેવા કરે તે એક શિષ્ય કરૂં. આ પ્રમાણે ચિંતવતે ભાગ્યવશાત્ સારે થયે.
એક વખતે તેને કપિલ નામે કેઈ કુલપુત્ર મ. તે ધર્મને અથ હતું, તેથી તેણે મરિચિને ધર્મનું સ્વરૂપ પૂછ્યું. તે ઉપરથી મરિચિએ ભગવંતે કહેલે આહંતધર્મ કહી સંભબાવ્યા. ત્યારે કપિલે તેને પુછયું કે તમે પોતે આ ધમ કેમ પાળતા નથી? મરિચિએ કહ્યું કે-હું તે ધર્મ પાળવાને અશકત છું. કપિલે કહ્યું કે ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી? આ પ્રશ્નો આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com