________________
શનિ તિવારા
મા
થનાર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨ હું સમર્થ નથી. તેમના કહેલા ધર્મના વ્યાખ્યાન અને ઉપદેશથી પ્રતિબંધ પામી જે ભવ્યજને સાધુ થવા ઈચ્છતા, તેમને મરિચિ શ્રી ઋષમદેવપ્રભુને સોંપી દેતા હતા. આવા આચારવાળા મરિચિ પ્રભુની સાથે વિહાર કરતા હતા.
પ્રભુ વિહાર કરતા કરતા ફરીથી વિનીતા નગરીસમીપે આવી સમેસર્યા. ત્યાં ભરત ચક્રવર્તી પ્રભુને વંદન કરવા આવ્યા. ચકિના પુછવાથી પ્રભુએ ભવિષ્યમાં થનારા તીર્થકરે, ચકવતિઓ, વાસુદેવ, પ્રતિવાસુદેવે અને બલદેવે કહી બતાવ્યા. પછી ભારતે ફરીવાર પુછયું કે –હે નાથ ! આ સભામાં આપના જેવા આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં તીર્થકર થનાર કઈ ભવ્યજન છે? તે વખતે મરિચિને બતાવીને જણાવ્યું કે–આ તમારા પુત્ર મરિચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે છેલ્લા તીર્થંકર થશે, વળી પિતનપુરમાં ત્રિપૃષ્ઠ નામે પહેલા વાસુદેવ, અને વિદેહક્ષેત્રને વિષે મૂકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવતી થશે. તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈને ભરત મરિચિ પાસે આવ્યા. અને ત્રણ પ્રદ ક્ષિણા દઈને તેને વંદના કરી. પછી કહ્યું કે-શ્રી ઋષભપ્રભુના કહેવા પ્રમાણે તમે આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશે, પિતનપુરમાં ત્રિપૃષ્ઠ નામે પહેલા વાસુદેવ થશે, અને વિદેહક્ષેત્રની મૂકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચકવર્તી થશે. તમે ત્રિદૂધ સંન્યાસી છે, તેથી મેં તમને વંદન કર્યું નથી, પણ ભાવ તીર્થકર થન ૨ છે તેથી મેં તમને વંદના કરી છે. આ પ્રમાણે તેમને કહી વિનયવાન ભરતચક્રવતી પ્રભુ પાસે ફરી જઈ વંદના કરી હર્ષપૂર્વક પિતાની રાજ્યધાનીમાં આવ્યા.
ચક્રવતીએ કરેલી સ્તુતિ અને વંદનથી મરિચિને પિતાના કલનો મદ થયે. તે હર્ષથી ત્રણવાર ચપટી વગાડ નાચવા કુદવા લાગ્યા, અને ભૂજાફટ કરી વારંવાર કહેવા લાગ્યા કે હું વાસુદેવ, ચકવર્તી અને ચરમ તીર્થંકર થઈશ ! અહા ! મારૂં કુળ કેવું ઉત્તમ છે. હું વાસુદેવમાં પહેલે, મારા પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com