________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧
ઉપશમ સમકિત ભવચકમાં વધારેમાં વધારે પાંચ વાર પ્રાપ્ત થાય છે. તે એકવાર અનાદિમિથ્યાત્વી પામે છે અને ચારવાર ઉપશમ શ્રેણું માંડતાં પ્રાપ્ત થાય છે. ક્ષયપશમ સમકિત અસંખ્યાતીવાર આવે છે ને જાય છે, ક્ષાયિક સમકિત એકજવાર પ્રાપ્ત થાય છે, તે પ્રાપ્ત થયા પછી જતું જ નથી.
નયસારે પ્રાપ્ત કરેલું સમક્તિ ક્ષાયિક નથી, એટલું આપણે અહિં યાદ રાખવાનું છે. • દાન ગુણ પણ આત્માને ઉચ્ચ કેટીમાં લઈ જવાના કારણ ભૂત છે. દાન, શીલ, તપ અને ભાવ, એ ચાર પ્રકારને ધર્મ યાને મોક્ષમાર્ગ છે, તેમાં જીનેશ્વરેએ દાનને પ્રથમ પંકિતએ મુકેલ છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, અને કીર્તિદાન એ પાંચ પ્રકારના દાનમાં અભય અને સુપાત્રદાન એ મોક્ષમાર્ગના નિમિત્ત કારણ છે. સુપાત્રદાનને રોગ નિકટ - વિને પ્રાપ્ત થાય છે, અથવા સુપાત્રદાન એ મેક્ષને જલદી પ્રાપ્ત કરાવનાર છે.
ખરેખર દાન એ પણ એક અમૂલ્ય ગુણ છે. આ ચાવીશીના પ્રથમ તીર્થકર ભગવંત રૂષભદેવ અને અં. તિમ તીર્થકર ભગવંત મહાવીરના જીવને ઉચ્ચ કેટીમાં લાવવામાં અને પરંપરાએ તીર્થંકર પદવી પ્રાપ્ત કરાવનાર પણ દાન છે. ન્યાયપાજીત દ્રવ્ય, દાન ગુણ, અને સત્ પાત્રને ચેગ ખરે ખર પુણ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. ધન્ય છે તેવા પુરૂષોને કે જેમને એવા સુગની પ્રાપ્તિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com