________________
૧-૨ ભવ. ]
સમ્યક્ત્વ સ્વરૂ૫.
ભ્રમતા જીવના અધ્યવસાયમાં પરિવર્તન કરે છે. એક વખત પણ જે આ ગુણ તેનામાં ઉત્પન્ન થઇ કદી પાછા તેનાથી પતિત થાય છે, તે પણ તેના પરિણામે લાભ જતે નથી. સમકિત પ્રાપ્ત કર્યાં પછી તેમાં જીવ ટકી રહે છે તે તે ઉત્તરાત્તર ઉચ્ચ કેાટીમાં વધતા જાય છે, અને તે ભવમાં અથવા થાડા ભત્રમાં મેાક્ષ પ્રાપ્ત કરે છે. જો તેમાંથી તે પતિત થાય, અને મલીનતાનું જોર વધારે હોય છે; તે તે ભવભ્રમણ કરી ઉત્કૃષ્ટ પણ અપા *ળમાં તા નિયમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
પુગળપરિવતન
સમકિત-સમ્યક્ત્વ.
સમકિત એ આત્મગુણ છે, તે બહારથી જણાઈ આવે નહિ, અથવા તે પ્રાપ્તકરનારને માલૂમ પડે નહિ, પશુ તે મેળવનાર પ્રાણીના વિચાર તથા આચારમાં સ્વામાવિકપરિવર્તન થાય છે, તેને સદ્ગુણેાની પ્રાપ્તિમાં પેરેછે, અને મદદગાર થાય છે, તેના માહ્યાચાર તથા વિચારથી જ્ઞાનીએ તેનામાં સમકિત ગુણુ છે એવુ' અનુમાન કરી શકે છે. તેવુ' અનુમાન કરવાના (૬૭) સડસઠ કારણેા છે. નયસાર સમકિત પ્રાપ્તિ કર્યાં પછી તે ભવમાં તત્વજ્ઞાનના અભ્યાસ કરી જીવન ધર્મપરાયણ ગુજારે છે. અંત સમયે નમસ્કારમંત્રનુ સ્મરણ કરી તે ભવનું આયુષ્ય પૂર્ણ કરી દેવલાકમાં ઉત્પન્ન થાય છે. સમકિત પ્રાપ્ત કર્યા પેહલાં જો આગામી ભવના આયુષ્યને અધ પડયા ન હોય અથવા સમકિતથી પતિત થયા ન હોય તે જીવ નિયમા વૈમાનિક દેવગતિનેાજ અધ કરે છે. સમકિત એ મેાક્ષ રૂપ ફળ પ્રાપ્ત કરવાનુ` બીજ છે-મૂળતત્વ છે.
અનંતાનુખ ધી કષાયની ચાકડી અને દનમાહનીયક્રમની ત્રણ પ્રકૃતિના ઉપશમથી, ક્ષયાપશમથી, અથવા ક્ષયથવાથી અનુક્રમે ઉપશમ, ક્ષયાપશમ, અને ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com