________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧
જોઇ; એ જગલમાંથી જતા હતા. માગે. ચાલતાં ભિક્ષાને વખત થવાથી નજીકના કોઈ ગામમાં સાધુએ ભિક્ષા લેવા ગયા. તે વખતે સાથેના માણસાએ તેમના આવવાની રાહ નહિ જોતાં સાથ ચાલ્યે ગયેા. ગામમાં ભિક્ષા મળી નહિ. મધ્યાન્હના તાપથી તપતા રસ્તાના અજાણુ સાધુએ જંગલમાં માર્ગ શોધવા લાગ્યા. તેએ ક્ષુધા અને તૃષાથી પીડાતા હતા. તાપના લીધે અંગ તપી ગયાં, અને પસીનાથી વસ્ત્ર ભીજાઇ ગયાં. તેએ માની શેાધ કરતાં જ્યાં નયસારના પડાવ હતા તે તરફ આવી ચઢયા.
૪
નયસાર અતિથિને ભિક્ષા આપી પછી જમવાની ભાવનાથી ચારે બાજુ જોતા, હતા તેવામાં ભુલા પડેલા સાધુઓને જોઇ તે ઘણા ખુશી થયા અને તેમના સામે ગયા, તેમને બે હાથ જોડી વંદન કરી વિનયપૂર્વક પુછ્યું; હે ભગવંત આવી માટી અઢવીમાં આપ કયાંથી ? કેમકે શસ્ત્રધારીએ પણ આ અટવીમાં ક્રી શકે તેમ નથી. તેઓએ પેાતાના વૃત્તાંત જણાભ્યા. વૃત્તાંત સાંભળી સાથેના માણસા અને સાથે પતિ માટે તેને ખેદ થયા. તે માલ્યાએ સાથે કેવા નિય વિશ્વાસઘાતી અને પાપથી અભીક્' !! કેમકે જે પેાતાના ઉપર અવલબનકરી વિશ્વાસરાખી આવેલા સાધુમહાત્માઓને જંગલમાં મૂકી ચાલ્યા ગયેા. ખેર ! પણ હે ભગવંત આપ મારા પુણ્યથી મહારા અતિથિ રૂપે આ વખતે અત્રે પધાર્યા - એ ઘણું સારૂ થયુ. એ પ્રમાણે કહી જ્યાં પેાતાનુ ભાજનનુ સ્થાન હતું તે સ્થાને તેમને લેઇ ગયા. પ્રાસુક અન્નપાણીથી ભાવપૂર્વક તેમને પ્રતિલાભિત કર્યાં. સાધુએ પેાતાને બેસવાલાયક જગ્યા જોઇ, ત્યાં જઇ વિધિપૂર્વક આહાર કર્યાં. નયસારે મુનિઓને પ્રતિ લાભ્યા પછી તેની હપૂર્વક અનુમેદના કરતાં (પાતે પણ) ભેાજન કર્યું", લેાજન કર્યાં પછી જ્યાં મુનિએ હતા તે સ્થાને તે આવ્યા. અને પ્રણામપૂર્વક તેને વિનતિ કરી કે; હું આપને નગરને માર્ગ બતાવુ, મુનિએ તેની સાથે ચાલ્યા અને નગરના મુખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com