________________
૧-૨ ભવ. ]. નયંસાર ને મુનિએ. પ્રાપ્તિ નયસાર નામના ભાવમાં થઈ છે. તેને પહેલે ભવ ગણી બીજા સ્થૂલભની ગણત્રી કરેલી છે.
આ જંબદ્વીપમાં પશ્ચિમવિદેહક્ષેત્રમાં મહાવપ્રા નામની વિજયમાં જયંતી નામની નગરીના શત્રુમર્દન નામના રાજાના તાબામાં પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામના ઉપરી ( રક્ષણ કરનાર ) નયસાર નામના એક પુરૂષ વિશેષ હતા. તે સરળ સ્વભાવી, વિવેકી, મેટા મનવાલા અને ગુણગ્રાહી હતા.
રાજાને મોટા કાષ્ઠની જરૂર હોવાથી પિતાના તાબાના જંગલમાંથી સારા લાકડાએ કપાવી લાવવા નયસારને આજ્ઞા કરી.
નયસાર પોતાના તાબાના માણસો અને કેટલાક ગાડાં લઈ એક મોટા જંગલમાં ગયા. પિતાના અને તાબાને માણસના ઉપયોગ માટે સીધું સામાન સાથે રાખ્યું હતું. જંગલની અટવીમાં આવી પહોંચ્યા પછી પસન્દ કરેલા વૃક્ષેને કાપવાને હુકમ માણસેને આપે, તેથી કેટલાક તે કામે લાગ્યા. ને કેટલાક તેના તાબાના માણસો તેમના માટે ગ્ય સ્થાને રસોઈ તૈયાર કરવાની તજવીજ કરવા લાગ્યા. મધ્યાન્હ કાળ થયે, સર્વને ક્ષુધા લાગી, જમવાના વખતે તૈયારીની નયસારને ખબર આપી.
નયસાર સમયના જાણકાર હતા, કામબંધ રખાવી ભાતું વાપરવાની સેવક વર્ગને આજ્ઞા કરી અને પોતે પણ પોતાના માટે તૈયાર કરેલ રસોઈના સ્થાને ગયા ક્ષુધા અને તૃષાથી આતુર થયા હતા, તે પણ ઉત્તમની નીતિ રીતિ મુજબ “કેઈ અતિથિ આવે તે હું તેને ભોજન કરાવીને પછી જમું ” એવા ભાવ તેમના મનમાં ઉત્પન્ન થયા.
પ્રાચીન કાળમાં સાધુઓ વિહાર દરમ્યાન આવા જંગલે આવે ત્યારે સારે સાથ જતું હોય તે તેમનું આલંબન લઈ વિકટ રસ્તે વિહાર કરતા હતા, અને વર્તમાનમાં તે પ્રમાણે કરે છે. તે સમયમાં કેટલાક સાધુઓ વિહારના લીધે સારા સાથે વાહના સંગાતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com