________________
૩૦૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ તે જીવ શરીરમાંથીજ ઉન્ન થઈને શરીરમાં જ મૂછ (લય) પામે છે. આ તમારો આશય છે પણ તે વાસ્તવિક નથી સર્વ પાણીએને એ જીવ દેશથી (કથંચિત ) તે પ્રત્યક્ષ છે, કારણકે તેના ઈચ્છા વિગેરે ગુણે પ્રત્યક્ષ હેવાથી જીવ વસંવાદ છે, એટલે કે તેને પોતાને અનુભવ થાય છે. તે જીવ દેહ અને ઇન્દ્રિયોથી જુદે છે. ઈદ્રિયાની શક્તિ જ્યારે નાશ પામે છે, અને તે પિતાનું કાર્ય કરી શકતી નથી, ત્યારે તે ઈદ્રિયને સંભારે છે કે મારી અમુક ઈદ્રિ તે પોતાનું કાર્ય કરી શકતી નથી, તે મરણ પામી છે અથવા નાશ પામી છે. આ પ્રમાણે તે પિતે ઉહાપોહ કરે છે. એ ઉપરથી મારું શરીર અને મારી ઈદ્રિય ઈત્યાદિ માનવાવાળે જીવ, શરીરથી પૃથફ છે એમ પ્રતીતિ થાય છે.
" सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयों हि शुद्धो यं पश्यं ति धीरा यतयः संयतात्मान इत्यादि "
વળી આ પ્રમાણેની શ્રુતિને અર્થ નીચે પ્રમાણે છે.
આ તિરૂપ તથા શુદ્ધ આત્મા, સત્ય, તપ, અને બ્રહ્મ ચય થી જણાય છે, તે પદથી ભૂતેથી આત્મા પૃથક છે એમ પ્રતીતિ થાય છે, માટે તમે જે સંશય કરે છે. તે યથાર્થ નથી. ( જુઓ સુબેધિકા પૃ. ૯૯).
પ્રભુની અમૃત સરખી વાણીથી વાયુભૂતિના મનની શંકાનું સમાધાન થયું. તેમણે પણ પોતાના બે ભાઈઓની માફક સંસારથી વિરકત થઈ પિતાના પાંચસો શિષ્યની સાથે દીક્ષા લીધી.
બાકીના આઠેના મનમાં કોઈને કંઈ પ્રકારના સંદેહ હતા તેઓ અનુક્રમે પ્રભુ પાસે આવ્યા, અને તે દરકેના સંશયના
ખુલાસા પ્રભુએ કર્યા. તેઓ સર્વેએ પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામી પિત પિતાના પરિવાર સાથે દીક્ષા લીધી. તે દરેકના મનમાં શું શંકા હતી અને તેનું સમાધાન પ્રભુએ કેવી રીતે કર્યું, તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com