________________
૨૭૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ ભગવંતે દીક્ષાના દિવસથીજ કાયાને સરાવી દીધી હતી, મતલબ કાયા ઉપરને મમત્વભાવ બીલકુલ કાઢી નાખ્યું હતું; અને તે ભાવ છેવટ સુધી ટકાવી રાખ્યું હતું.
જેમ કોઈ પુરૂષ ગાય દેહવાને બેસે તેવે આસને પ્રભુ બેઠેલા, પણ દીક્ષા દિવસથી કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધી કોઇ દિવસે પૃથ્વી–ભૂમિ ઉપર સ્થિર થઇને બેઠેલા નહીં.
દીક્ષા લીધી ત્યારથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાલ સુધીમાં, ફકત શુલપાણ યક્ષના દેહેરે માત્ર બે ઘડી નિંદ્રા કરી છે, બાકીને સર્વકાલ નિંદ્રા વિનામાં પસાર કર્યો છે.
- નિંદ્રા વિના આટલે બધે કાળ માણસ રહી શકે કેમ? એ પ્રશ્ન પણ હાલના કાલમાં સ્વાભાવિક રીતે ઉદ્ભવ પામે છે. પ્રથમ નિદ્રા વસ્તુ શું છે? એનું સ્વરૂપ શાસ્ત્ર દ્વારા સમજવાની જરૂર છે. આત્માનો સ્વભાવિક ધર્મ ઉજાગર દશાને છે નિંદ્રા કરવી એ પણ યુગલીક ધર્મ છે. આઠ પ્રકારના કર્મોમાં દર્શનાવરણીય નામનું બીજુ કર્મ છે. તેના નવ ભેદમાં પાંચ ભેદ નિંદ્રાના છે. એ દર્શનાવરણીય કર્મ જેમ જેમ ઓછુ થતું જાય, તેમ તેમ નિંદ્રા ઓછી થતી જાય છે. કેવળજ્ઞાનીઓનું દર્શનાવરણય કર્મ સર્વથા નાશ પામે છે, ત્યાર પછી તેઓની સ્થીતિ ઉજાગર દશાની હોય છે, મતલબ તે પછી તેમને નિદ્રા બીલકુલ હેતી નથી. કેવલી અવરથાને ઉત્કૃષ્ટ કાળ દેશેઉણા પુર્વ ક્રોડ સુધી શાસ્ત્રમાં બતાવે છે, એટલે આ સંબંધમાં આગમની શ્રદ્ધાવાળા અને શંકા રહેશે નહી. જેમને આગમના વચને પર શ્રદ્ધા નથી, તે એના માટે તે તેઓ ગમે તેવી કલ્પના અને શંકા કરવાને સ્વતંત્ર છે. આત્મિક લક્ષમી સ્વરાજ્ય-અનંતજ્ઞાન, દર્શન, અને ચારિત્ર
જે આત્મામાં છે, તેને ઘાતિ કર્મ રૂ૫ ચાર લક્ષ્યબિંદુ- મહાન શત્રુઓએ દબાવી દીધેલી છે. તે
આત્મિક લક્ષમી પ્રગટ કરવાનું જ ભગવંતનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com