________________
૨૭ ભવ. ]
તપને ખુલાસે.
૨૭૧
આ શંકા આકાલ આશ્રિત અને હાલના વખતના શરીરની રચના જોતાં ઉપન્ન થાય એ સ્વાભાવિક છે પણ ભગવતે જે તપસ્યા કરી તેમાં અસંભવિત પણું કે અતિશકિત પણું લેશ માત્ર નથી. કારણ. (૧) તીર્થકર તથા ચરમ શરીરિ જીના શરીરની રચના અદ્વિતિય પ્રકારની હોય છે. જેને જૈન શાસ્ત્રોકત ભાષામાં “વા સાષભ નારાચ સંઘયણ” ૧ એવું નામ આપેલું છે. તે સંબંધે પૂર્વે હકીકત આપવામાં આવેલી છે. એ શરીરવાળાને ગમે તે જાતનું ગમે તેવું કષ્ટ પડે તે પણ તે સહન કરવાની, અને મનને સ્થિર રાખવાની શક્તિ, ઘણી ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. (૨) તીથ. કરે જન્મથી જ અવધિજ્ઞાની હોય છે. પૂર્વ ભવોનું તેઓને જ્ઞાન હોય છે. દેવતાના ભવમાં અતિસુંદર આહાર કરેલા હોય છે, તેથી હવે તેના કરતાં વિશેષ પ્રકારના કે તેવા પ્રકારના આહાર કરવાની તેમના મનમાં જીજ્ઞાસા હોતી નથી. તેમજ નારકી અને તીચના ભવમાં પરવશપણે આહાર વિના છ દુઃખ ભગવે છે તેનું તેમને જ્ઞાન હોય છે. તેમના પરવશપણના સુધા-તૃષાના કષ્ટ આગળ આ સ્વેચ્છા પૂર્વક કરેલા તપનું કષ્ટ તેમને ઘણું અલભ્ય લાગે છે. (૩) આહાર કર એ આત્માને શવાભાવિક ગુણ નથી. તેને તે અનાહારિ પણને સ્વભાવ છે. આહાર તે કેવલ શરીર (પુદગલ) ના પિષણ–ટકાવ માટે કરવાનું હોય છે. તીર્થ. કરે જન્મથીજ પુદગલાનંદી નહિ, પણ આત્માનંદી હોય છે, તેથી તેઓ ફકત શરીરને આયુષ્ય કાલ સુધી નભાવવાની ખાતરજ આ સક્તિ રહિતપણે આહાર કરે છે. (૪) તપ કરે એ એક પ્રકારને બાહા તપ છે. આત્માને જે પૂર્વનાં કામ લાગેલાં છે, તે જલદી ભેગવી લેવાને ઉપાય નિજ રાતત્વનું આલંબન કરવું તે છે. નિર્જરા તત્વનું સ્વરૂપજ એવા પ્રકારનું છે કે, તે આત્માને લાગેલાં કર્મ વિપાકેદય શીવાય આત્મ પ્રદેશથી છુટા પાડી નાખે છે, કે જેના લીધે તેના અશુભ વિપાક જીવને ભોગવવા પડતા નથી. ફકત જે મહા
૧ જુએ. પાન ૧૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com