________________
૨૭ ભવ. . ચમરે પ્રભુના શરણે.
૨૫૧ હોવાથી આગળ ચમરેંદ્ર ચાલતા, તેની પાછળ વજ, અને તેની પાછળ શકેંદ્ર પૂર્ણ વેગથી ચાલતાં ક્ષણવારમાં અમરેંદ્રની નજિક આવી પુગ્યા. વજી ચમરેંદ્રની નજિક આવતું જોઈને તેનાથી બચવા પ્રતિમા ધરીને રહેતા પ્રભુની પાસે તે પહેચી ગયે, અને “શરણ શરણુ” એમ બોલતે અત્યંત લઘુ શરીર કરીને પ્રભુના એ ચરણની વચ્ચે કુંથવાની જેમ ભરાઈ ગયા તે વખતે વજ પ્રભુના ચરણ કમળથી ચાર આંગલ છેટું રહયું હતું; એટલામાં શકેંદ્ર આવી તે વજા પછી લીધું. પછી પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી ઈદ્ર અંજલિ જેને ભક્તિથી ભરપૂર વાણી વડે સ્તુતિ કરવા લાગ્યા. “હે નાથ! આ ચમરેંદ્ર ઉદ્ધત થઈને મને ઉપદ્રવ કરવા માટે, આપના શરણના પ્રભાવથી દેવલાક સુધી આવ્યું હતું, તે મહારા જાણવામાં આવ્યું ન હતું, તેથી અજ્ઞાન વડે વજા, મેં તેમના ઉપર મુકયું હતું. તે આપણા શરણે આવી ગયા છે, તે હે પ્રભુ મહારે અપરાધ ક્ષમા કરશે.” તે પછી શકેંદ્ર ચમરેદ્રને કહ્યું કે “હે ચમર! તમે વિશ્વને અભય આપનાર પ્રભુના શરણે આવ્યા છે, તે બહુ સારૂ કર્યું. હું પ્રભુને સેવક છું, ને તમે પણ પ્રભુના શરણે આવ્યા તેથી તેમના સેવક છે, માટે આપણે સમાન ધમિ બંધુ બન્યા. હું તમારા પ્રત્યેનું વૈર તછ દઈ, તમને છ દેઉછું. તે તમે ખુશીથી પિતાના સ્થાને જાવ.” એ પ્રમાણે ચમરેંદ્રને આશ્વાસન આપી, ફરીવાર પ્રભુને વંદન કરી શકેંદ્ર પિતાને સ્થાને ગયા.
ચમરે પ્રભુના ચરણમાંથી બહાર નીકળી પ્રભુને નમીને અંજલી જેને સ્તુતિ કરીકે, “હે પ્રભુ? આપ સવ છના જીવન ઔષધ રૂપ છે. આપ મને જીવિતના દાતાર છે. આપના ચરણના શરણે આવતાં અનેક દુઃખના સ્થાનરૂપ આ સંસારથી મુકત થવાય છે, તે વજાથી મુક્ત થવું તેને કેણુ માત્ર છે? મેં અજ્ઞાનતાથી પૂર્વ ભવમાં બાળ તપ કર્યું હતુ, તેથી તેનું આ અજ્ઞાન સહિત અસુરેંદ્રપણુ રૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. મેં અજ્ઞાનથી આ સર્વ પ્રયતન મારા આત્માને અનર્થકારી જ ર્યો હતો, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com