________________
२३८
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ કેઈ વિશાળ લેચના દેવી અંગભંગના બાનાથી પુષ્ટ અને ઉનત સ્તનવાળા પોતાના વક્ષસ્થલને ચિરકાલ સુધી દર્શાવતી હતી. “અરે ભદ્ર! જે તમે ખરેખરા વીતરાગ છે તે શું તમે કોઈ વસ્તુ પર રાગ નથી વિસ્તારતા ? જે દયાળુ છે તે અકસ્માત ઉત્કૃષ્ટ ધનુષ્ય લઈને અમારી પર ઉઠેલા આવિષમાયુધકામ દેવથી અમારાં રક્ષા કેમ કરતા નથી ? જે તમે શરીર ઉપર પણ નિરપેક્ષ બુદ્ધિવાળા છે તે આપણું શરીર અમને શા માટે અર્પણ કરતા નથી ? પ્રેમના લાલચુ છતાં પણ જે કદિ કૌતુકથી અમારી ઉપેક્ષા કરતા છે તે તે કૌતુક ક્ષણવાર કરવું ઘટીત છે, અમારા મરણાંત સુધી કરવું એગ્ય નથી. હે સ્વામી! હવે કઠીનતા છોડી દે, અને અમારા મનોરથો પૂરા કરો. અમારી પ્રાર્થનાને ભંગ કરો નહી. અમને નિરાશ કરે નહીં.” આ પ્રમાણે કોઈક સ્ત્રી વારંવાર કહેવા લાગી. આવી રીતે દેવાંગનાઓના ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાટુ વચનેથી પ્રભુ જરા પણુભ પામ્યા નહી.
કાયોત્સર્ગ રહેલા પ્રભુની ઉપર, ઉપર વર્ણન કર્યા પ્રમાણે તે સ ગમવે એક રાત્રિમાં વિશ મેટા ઉપસર્ગો કર્યા, રાત્રિ વ્યતિત થઈ, પ્રાતઃકાળ થયે. સંગમ વિચારવા લાગ્યું કે, “ અહે આ મુનિ મર્યાદાથી સમુદ્રની જેમ ધ્યાનથી જરા પણ ચલિત થયા નહીં. તે હવે પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈને શું હું પાછે સ્વર્ગમાં જાઉ ? પણ તેમને શી રીતે જવાય ! માટે ચીરકાળ સુધી અહી રહી, આ મુનિને બીજી રીતે કર્થના કરીને કઈ પણ રીતે જ પમાડું. નિરાશ થવાનું કંઈ કારણ નથી. અરે એ મનુષ્ય જાતની શી ગુંજાશ છે કે તેનાથી હું નાસીપાસ થઈ વીલે મોઢે પાછે જાઉં?”
પ્રાતઃકાળ થયે. સૂર્યના કિરણોથી માર્ગ વ્યાસ થયે, માગની ઉપર રાત્રે બહાર નિકળેલા શુદ્ર ત્રસ જંતુઓ માર્ગથી એકાંત સ્થળે જતા રહ્યા. પ્રભુ કાર્યોત્સર્ગપાળી, ઇસમિતિથી માર્ગના ઉપર યુગ પ્રમાણ દષ્ટિ આપતા આપતા વાસુક નામના ગ્રામ તરફ ચાલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com