SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ૨૭ ભવ. ] દેવાંગનાને ઉપસર્ગ. વસંતલક્ષ્મી શેભી ઉઠી. કંદબના વિકશિત પુષ્પરજથી દિગ્વધૂને માટે સૈરંધી દાસીની જેમ મુખવાસ સજજ કરતી ગ્રીમત્રતુની લક્ષ્મી વિસ્તાર પામી. કેતકીના પુષ્પનામિષથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે મંગલિક તિલક કરતી હોય તેવી વષરતુ પ્રગટ થઈ. નવીન નીલ કમળના મિષથી હજારે નેત્રવાળી થઈ પિતાની ઉત્તમ સંપત્તિનેજ જેતી હોય એવી શરદરતુ પ્રકાશી નીકળી. વેત અક્ષર જેવી ડોલરની કળીઓથી કામદેવની જય પ્રશસ્તિને લખતી હેય તેવી હેમત લક્ષ્મી ખીલી નીકળી. ડોલર અને સિંદુવારના પુષ્પોથી હેમંત અને વસંતઋતુને ગણિકાની જેમ સાથે નભાવતી શિશિર લમી વૃદ્ધિ પામી એવી રીતે ક્ષણમાં સર્વ ઋતુઓ સાથે પ્રગટ થઈ. તે પછી ત્યાં કામદેવની સેના જેવી દેવાંગનાઓ પ્રગટ થઈ. ભગવંતની આગલ આવી તે રમ્ય અંગવાળી રમણીઓએ કામદેવના વિજયી મંત્રાસ જેવું સંગીત શરૂ કર્યું. કેઈ શુદ્ધ ચિત્ત લય સાથે ગાંધાર ગ્રામથી અનેક રાગની જાતિઓને ગાવા લાગી, કઈ પ્રવીણ દેવાંગના કમ અને ઉત્કમતાથી વ્યંજન અને ધાતુઓને સ્પષ્ટ પ્રગટ કરતી મધુર વિણા વગાડવા લાગી કે ફટ, નકાર, થેંકાર એ ત્રણ પ્રકારના મેઘ જેવા ધ્વનિ કરતી ત્રિવિધ મૃદંગને વગાડવા લાગી; કોઈ આકાશ તથા પૃથ્વીમાં ઉછળતી, વિવિધ હાવભાવ અને નવનવી દષ્ટિભાવ કરતી નાચવા લાગી; દઢ અંગહાર અને અભિનયથી કંચુકીને તેડતી અને શિથિલ કેશપાશને બાંધતી કઈ પિતાની ભુજાના મૂલને બતાવતી હતી, કઈ દંડપાદ વિગેરે અભિનયના મિષથી પિતાના ગરૂચંદન જેવા ગીર સાથળના મૂલને વારંવાર બતાવતી હતી; કઈ શિથિલ થએલા અવની ગ્રંથીને દઢ કરવાની લીલાથી પોતાના વાપી જેવા નાભિ મંડળને બતાવતી હતી, કોઈ ઇભદંત નામના હરતાભિનયને મિષકરી વારંવાર ગાઢા લિંગની સંજ્ઞાને કરતી હતી, કેઈ નીવીને દઢ કરવાના છળથી ઉત્તરીય વસ્ત્રને ચલાવી પિતાના નિતંબ બિંબને દેખાડતી હતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy