________________
ભવ ર૭. ]
દૂષિત આહાર
ઉપસર્ગ.
૨૩૯
માર્ગમાં પ્રભુને દખલાયમાન કરવાના ઉદ્દેશથી, તે દુષ્ટ આશય વાલા સંગમદેવે, પાંચસે ચેર અને વેસુના સાગર જેવી ઘણી રેતી વિમુર્તી.
તે પાંચસો ચેર પ્રભુની પાસે આવી માતુલ:! માતુલ! એમ ઉંચે સવારે કહી પ્રભુને આલિંગન દેતા વળગી પડયા. તે પાંચ ચોરોએ એવા તે જોરથી પ્રભુને આલિંગન દેવાની વિધિ કરી કે જેથી પર્વત હોય તે પણ ફુટી જાય. તેમનાથી ક્ષેમ પામ્યા શીવાય સમતારસના સાગર પ્રભુ રેતીમાં જાનું સુધી પગ ખુંચાડતા ખેંચાડતા વાલક ગામે આવ્યા. એવી રીતે સ્વભાવથી કુર બુદ્ધિવાળા તે દેવે નગરમાં, ગામમાં, વનમાં કે પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની પછવાડે જઈ અનેક પ્રકારના ઉપસર્ગો કર્યા. આ પ્રમાણે સંગમદેવને ઉપસર્ગ કરતાં કરતાં છ માસ વીતી ગયા.
પ્રભુ વિહાર કરતા કરતા એક ગોકુળમાં આવ્યા. તે સમયે તે ગોકુળમાં ઉત્સવ ચાલતું હતું. પ્રભુને છ માસના ઉપવાસ હતા, તેથી પારણુ કરવા સારૂ શિક્ષાને માટે તે ગોકુળમાં પ્રભુ ગયા. પરંતુ જે જે ઘરમાં પ્રભુ ભિક્ષા માટે જતા હતા, ત્યાં ત્યાં તે દેવ આહારને અપરોક્ષ રીતે દૂષિત કરી નાખતો હતે. દરેક જગ્યાએ દૂષિત આહાર સ્વાભાવિક છે કે, તેમાં કંઇ વિશેષ કારણ છે, તે જાણવાની ખાતર પ્રભુએ ઉપગ મુકી જોયું, તે તે કૃતિ એ સંગમ દેવની જણાઈ. હજુ આ દેવને શાન્તિ થઈ નથી, એવું જાણી સમતારસમાં નિમગ્ન પ્રભુ ગોકુળમાંથી પાછ નીકળી ગામ બહાર નિર્વા સ્થાને પ્રતિમા ધરી ધ્યાનમાં રહ્યા.
સંગમે વિસંગ જ્ઞાનથી જોયુ કે આ મુનિના પરિણામ ભગ્ન થયા છે કે નહી ? તેના જાણવામાં આવ્યુ કે હજુ પણ તેમના પરિણામ ભગ્ન થયા નથી, કે કિંચિત માત્ર તેઓ આ પરિસહથી
ભ પામ્યા નથી. તેને વિચાર થયે કે છ માસ સુધી હમેશાં ઉપસર્ગો કર્યા તે પણ આ મુનિ, સમુદ્રના જળથી સાગિરિ કંપ યમાન થાય નહી, તેમ મહારા ઘર ઉપસગીથી પણ જરા માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com