________________
૨૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. (પ્રકરણ ૧૭ અને ભવસ્થીતિને ભાવતા, તેઓ બને સમાધીથી મૃત્યુ પામીને નાગકુમારમાં દેવપણે ઉત્પન્ન થયા હતા.
તે સંબલે અને કંબલે અવધિજ્ઞાનથી જોયું, તે નદી ઉતરતાં પ્રભુના ઉપર ઉપસર્ગ કરતાં તેમણે સુદષ્ટ નામના નાગ કુમારને જે ભગવંત ઉપરના ભકિતરાગથી તેમના ઉપર થતું ઉપદ્રવ અટકાવવા તેઓ ત્યાં આવ્યા. તે બે પૈકી એક જણ તે ક્ષુદ્ર સ્વભાવવાળા સુદષ્ટ નાગકુમારની સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને બીજાએ તે નાવને હાથ વતી ગંગાની સામી તીરે નિર્ભય સ્થળમાં મુકી દીધી. સુદષ્ટ નાગકુમાર મેટી દ્ધિવાલે હવે, પણ આયુષ્યને અંત આવેલ હોવાથી તેનું બળ ઘટી ગયું હતું, અને આ બને દેવે નવીન ઉત્પન્ન થએલ હતા, તેથી તેમણે તેને જીતી લીધું. પછી તે ત્યાંથી નાસી ગયે.
સંબલ અને કંબલ દેવેએ પ્રભુની પાસે આવીને, નમીને હર્ષથી પ્રભુના ઉપર પુષ્પ અને સુગંધી જળની વૃષ્ટિ કરી પિતાના સ્થાને ગયા.
આપના મહા પુણ્ય પ્રભાવથી આ મહાન આપત્તિમાંથી અમે બચી ગયા, અને સુખરૂપ નદિ ઉતર્યા એમ હોલમાંના બીજા કો બોલતા પ્રભુને નમીને, પત પિતાના પંથે ચાલી ગયા.
પ્રભુ પણ નાવમાંથી ઉતરીને વિધિપૂર્વક ઈર્યા પથિકી પ્રતિક્રમીને ત્યાંથી બીજી તરફ વિહાર કરવા લાગ્યા. વિહાર કરતા કરતા પ્રભુ રાજગૃહ નગરે આવ્યા. તે નગ
રની બહાર નજીકમાં નાલંદા નામના ભૂમિ બીજુ મારું ભાગમાં કઈ વણકરની વિશાળ શાળામાં
પધાર્યા. ત્યાં વર્ષાકાળ નિગમન કરવા માટે તે સ્થળે રહેવાની વણકરની પાસે યાચના કરી અને તેની રજાથી માસક્ષમણ તપના અભિગ્રહથી તે શાળામાં કાર્યોત્સર્ગમાં રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com