________________
૨૦૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ બાધ કરવા ગ્ય છે એમ જાણી તે યક્ષના સ્થાનના એક ખુણામાં પ્રતિમા (મોન ધરી ધ્યાનાવસ્થામાં ઉભા રહેવું) ધરી ઉભા રહયા.
અહિં એટલી વાત ધ્યાનમાં લેવા જેવી છે કે, પ્રભુએ રાત રહેવા માટે ગામલોક પાસે જગ્યાની યાચના કરી હતી. તેઓએ યક્ષના કુર સ્વભાવની અને રાત ત્યાં રહેનારના પ્રાણ હરણ કર્યાના બનેલા બનાવોની હકીકત કહી બીજી જગ્યાએ રાત રહેવાને માટે વિનંતી કરી, અને જગ્યા પણ બતાવી છતાં પ્રભુ તે યક્ષના ઉપર કેવળ ઉપકાર કરવા અને તેને બંધ પમાડવાના ઉદ્દેશથી જ તેના સ્થાનમાં રાત રહ્યા.
એ ગામનું નામ અસ્થિક પડવાનું કારણ પણ એજ છે કે યક્ષના ઉપદ્રવથી ઘણુ જીના પ્રાણ હરણ થએલા અને તેમના શરીર પી રહેલાં, તેના હાડકાના ઢગલા ત્યાં પડ્યા રહેતા તેથી એ ગામનું નામ અસ્થિક પડેલું હતું.
સૂર્ય અસ્ત પામે, બીજા લોકે તથા પૂજારી પિતપિતાના સ્થાને ચાલ્યા ગયા. ફકત પ્રભુજ નિર્ભયપણે કાર્યોત્સર્ગ કરી ધ્યાનાવસ્થામાં સ્થિત થઈ ઉભા રહ્યા.
પ્રભુનું આ સાહસ જોઈ શૂલપાણિ યક્ષને ગર્વ થઈ આવ્યું. તે વિચારવા લાગ્યું કે, અત્યાર સુધી અહીં કેઈ પણ મનુષ્ય મારા સ્થાનમાં રાત રહી શકતું નથીઆ મુનિને અહીં નહી રહેવાને માટે ગામ લોક તથા મહાશ પૂજારીએ કહ્યા અને સમજાવ્યા છતાં, મહારી આજ્ઞાનું ઉલંઘન કરી તે અહીં રહ્યો છે, તે તેનું ફળ હું તેને ચખાડું એવો વિચાર કરી તે પ્રભુના નજીકમાં આવ્યું.
વ્યંતરના ઉપસર્ગ. તે વ્યંતરે પ્રથમ અટ્ટહાસ્ય કર્યું. ચોતરફ પ્રસરતા અતિ રાદ્ધ હાસ્યના શબ્દથી જાણે આકાશ ફુટી ગયું હોય, અને નક્ષત્ર મંડળ ત્રુટી પડયું હોય તેમ દેખાયું. તે હાસ્ય- શબ્દો સાંભળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com