________________
૨૭ ભવ. ]
સ્થુલપાણી યક્ષને પ્રતિમાપવા.
૨૦૭
કાઢતા તેથી પ્રભુ જે ઘાસના ઘરમાં પ્રતિમા ધારણ કરી રહ્યા હતા, તે ઘરને આચ્છાદિત કરેલા ઘાસને ગાયા ખાઇ ગઇ,ખીજા તાપસેની પેઠે તે ગાયાને પ્રભુએ હાંકી કાઢી નહી, આાશ્રમના તાપસેા પ્રભુના સ્વરૂપથી અજાણ હાવાથી, તેમની ઈર્ષ્યા કરવા લાગ્યા અને કુલપતિને જને કહેવા લાગ્યા કે હે! કુલપતિ તમે આપણા આશ્રમમાં એવા તે કેણુ મમતા રહિત મુનિને અતિથી તરીકે લાવ્યા છે. કે, જેના અંદર રહેવા છતાં આપણા તે ઝુપડાને નાશ થઈ ગયું. તે એવા તે। કૃતઘ્ન ઉદાસી, દાક્ષિણ્યતા રહિત અને આળસુ છે કે, ગાયેાથી ખવાઇ જતા પેાતાના આશ્રમનું પણ રક્ષણ કરતા નથી. શુ' તે મુનિ છે અને અમે મુનિ નથી ?
છે
તાપસાના આવા વચન સાંભળી તે કુલપતિ પ્રભુની પાસે આબ્યા, અને આશ્રના તાપસેા ઈર્ષ્યા વગરના અને સત્ય ખેાલનારા છે એમ તેને લાગ્યું. તે કુલપતિએ પ્રભુને કયુ કે હૈ, મુનિ ! તમે આ ઝુપીની રક્ષા કેમ કરતા નથી ! તમારા પિતાએ યાવત્ જીવ સવ આશ્રમેાની રક્ષા કરી છે. દુષ્ટાને શિક્ષા કરવી એતા તમારૂં' યેાગ્ય વ્રત છે. વળી પક્ષીઓ પણ પેાતાના માળાનુ આત્માની જેમ રક્ષણ કરે છે, તા તમે વિવેકી થઈને આ આશ્રમની કેમ ઉપેક્ષા કરી ? પ્રભુ તેા મૌનપણે ધ્યાનમાંજ છે. કુલપતિ આ પ્રમાણે પ્રભુને સીખામણુ આપી પેાતાના સ્થાને ગયા. પ્રભુએ વિચાર્યું, મારા નિમિત્તે આ સર્વાંને અપ્રીતિ થશે, તેથી મહારે અહીં રહેવુ ઇષ્ટ નથી. ” એ પ્રમાણે વિયાર કરી ઉપર પ્રમાણે પાંચ નિયમ ધારણ કરી વર્ષા ઋતુના અધ માસ વ્યતિ થયા છતાં પણ ત્યાંથી વિહાર કરી અસ્થિક નામના ગામે આવ્યા.
સ્થુલપાણી યક્ષને પ્રતિમાધવે.
અસ્થિક ગામમાં સ્થુલપાણી નામના યક્ષનું 'દિર હતુ. તે યક્ષ ઘણા ૨ સ્વભાવના હતા તેના સ્થાનમાં રાતવાસેા રહે. નારને તે મારી નાંખતા હતા, એ હકીકત ગામના લોકોએ તથા યક્ષના પૂજારી ઈંદ્ર શર્માએ પ્રભુને નિવેદન કરી, પ્રભુએ તે યક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
→