________________
૧૮૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ વરઘોડો નિયત સ્થાને આવ્યું, ત્યાં અશોક વૃક્ષના નીચે શિબિકા ઉતારી, અને પ્રભુ તેમાંથી ઉતર્યા.
આ વખતે પ્રભુના દર્શન કરવા માટે જન સમુદાયની એટલી બધી મેદની થઈ હતી કે, રસ્તામાં ઉભા રહેવાને પણ જગ્યા મળતી ન હતી.
દીક્ષા મહોત્સવના વાડામાં પ્રભુના મુખ આગળ પ્રધાન દેવતા, નંદીવર્ધ્વન રાજા, તથા ઘણુ મનુષ્ય પ્રભુની સ્તુતિ કરતા ચાલે છે. વરડાની આગળ હજાર પતાકા વાળ ઈદ્રધ્વજ ચાલે છે. પૂર્ણ કલશ, ભંગાર, ચામર, મહાવજ, છત્ર, સપાદપીઠ, સુવર્ણ મણિમય સિંહાસન, આઠ માંગલિકાદિક આગળ ચાલે છે. એકસો આઠ શણગારેલા ઉત્તમ ઘેડ, એકસને આઠ ઉત્તમ હાથી, તથા ઘંટા, પતાકા અને વાછત્ર સહિત શસ્ત્ર ભરેલા એકને આઠ રથ, બીજા પણ અનેક ઘેડા, હાથી, રથ અને પાલાના કટકા વરઘોડાની આગળ ચાલતા હતા. માંડલીક રાજાઓ, કેટંબિક, સેનાપતિ, સાર્થવાહ, શેઠ, શાહુકારે, દેવ, દેવીએ, ઘણું નરનારી પ્રભુનું મુખ જોતાં હર્ષ પામતાં આગળ ચાલતાં. એવી રીતના ઘણા આડબર યુક્ત પ્રભુના દીક્ષા કલ્યાણકના વરઘોડાની શોભા હતી. માગશર વદી દશમના દિવસે દીક્ષાને સમય દીવસના ત્રીજે પહેર બેસતાં હતું. દિવસ પણ સુવ્રત નામ હતું.
પ્રભુ જે વખતે પાલખીમાંથી નિચે ઉતર્યા, તે વખતે પ્રભુનું મન દીક્ષા લેવાને માટે અત્યંત ઉલ્લસિત થઈ રહયું હતું. પ્રભુએ તે દિવસે છઠને તપ કરેલો હતે શુદ્ધ લેખ્યા, શુભ ભાવમાં પ્રભુ વર્તતા હતા. ચારે તરફ “જય જય નંદા, જય જય ભદ્રા, એટલે હે આનંદ દેનારા, તથા કલ્યાણ કરનારા, પ્રભુ તમે જય પામે તેમને ભદ્ર થાવ, ”એવા શબ્દોને ઉચ્ચાર થઈ રહ્યો હતે.
કુટુંબના વલે પ્રભુને અભિનંદન દેતા કહેવા લાગ્યા કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com