________________
૧૭૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૪ ૨ ચોસઠ ઈ શીવાય બીજા દેવોને દાન લેતા નિવારવા માટે
તથા લેનારના ભાગ્યમાં જેવું હોય તેવું જ તેના મુખમાંથી બેલાવવા (પ્રાર્થના કરાવવા) માટે ઈશાનેન્દ્ર સુવર્ણચષ્ટિ
લઈ પ્રભુ પાસે ઉભા રહે છે. ૩ પ્રભુના હાથમાં રહેલા સેનૈયામાં ચમરેન્દ્ર અને બલીન્દ્ર લેનારની ઈચ્છાનુસાર ન્યુનાધિકતા કરે છે, એટલે કે યાચકની ઈચ્છાથી (ભાગ્યથી ) અધિક હોય તે ન્યુન કરે છે અને ન્યુન
હોય તે અધિક કરે છે. ૪ ભરતખંડમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને બીજા ભુવનપતિઓ
દાન લેવા માટે દૂર દૂરથી તે લાવે છે. ૫ દાન લઈ પાછા વલનાર લોકોને વ્યક્તર દેવે નિર્વિધ્રપણે
સ્વસ્થાને પહોંચાડે છે. ૬ તિષ્ક વિદ્યાધરને દાનને સમય જણાવે છે.
દીક્ષાના દીવસ નજીક આવ્યા એટલે દીક્ષા મહત્સવની તૈયારી નંદીવર્ધન રાજાએ કરવા માંડી. કુડપુર નગરને શણગારી દેવક સમાન બનાવ્યું. પ્રભુને દીક્ષાના દિવસે જળાભિષેક કરવા સારૂ, રાજાએ તથા ઈદ્ર સેનાના, રૂપાના, મણિના, સોનારૂપાના, સોના મણિના, રૂપામણિના, સેના રૂપા મણિના તથા માટીના, એ પ્રમાણે દરેક જાતના એક હજારને આઠ કળસે કરાવ્યા, તથા બીજી પણ સામગ્રી કરાવી.
દીક્ષા મહોત્સવના સમયે અનેક રાજાઓ તથા ચોસઠ ઈદ્ર અને દેવદેવીઓ ક્ષત્રીકુંડ ગામે આવ્યા હતા.
માગસર વદી દશમી (ગુજરાતી કારતક વદી ૧૦) ના શુભ દિવસે પ્રભુના દીક્ષા કલ્યાણકની ક્રિયા થવાની હતી, તે સારૂ પચાશ ધનુષ્ય લાંબી, પચીસ ધનુષ્ય પહોળી, અને છત્રીશ ધનુષ્ય ઉંચી
એવી ચંદ્રપ્રભા નામની દીવ્ય પાલખી તૈયાર કરાવવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com