________________
૧૭૭
ર૭ ભવ. ] દાનને પ્રભાવ અને છ અતિશય. ભાવવી એપણ ભાવધર્મ છે. તેમજ દાનાદિ કાયમના ત્રણ ધર્મ શુદ્ધ ભાવ પૂર્વક હય, તેજ આત્મોન્નતિના સાધક બને છે. ભગવંત મહાવીરે દાનાદિ ચારે પ્રકારના ધર્મનું ઉત્કૃષ્ટ રીતે આરાધન કરી, સંપૂર્ણ આત્મસ્વભાવ પ્રગટ કર્યો છે. આ ચારમાંથી પ્રથમ દાનપુણ ને પ્રતિપાદન કરનાર વષિદાનની શરૂઆત પ્રભુએ કરી છે.
દીક્ષાના અવસરથી બરાબર એક વર્ષ પહેલા દરરોજ પ્રભુ છ ઘી દીવસ ચઢયા પછી, અને પુણાગે પહર સુધી, એક કોડ અને આઠ લાખ સોનૈયાનું દાન આપતા હતા. એક વર્ષમાં ત્રણ અને અઠયાશી ક્રોડ અને એંશીલાખ સેના મહેરનું દાન ભગવંતે આવ્યું હતું. આ સઘળી સોનામહોર દ્રમહારાજની આજ્ઞાથી વૈશ્રમણ દેવતા નિપજાવીને પુરી પાડતા હતા.
દાન આપવાને માટે ત્રણ દાનશાળાઓ કરાવવામાં આવી હતી. એક દાનશાળામાં મનુષ્યને અન્નપાન આપવામાં આવતું, બીજીમાં વસ્ત્ર આપવામાં આવતાં, અને ત્રીજીમાં આભૂષણ આપવામાં આવતાં હતાં.
| તીર્થકરના હાથના દાનને મહિમા એ છે કે, ચોસઠ ઇંદ્રને દાનના પ્રભાવે માંહે માંહે કલેશ ઉપજે નહિ, દાનની ચીજ રાજા, ચક્રવત, પ્રમુખ ભંડારમાં મુકે તે બાર વર્ષ સુધી ભંડાર અખુટ રહેશેઠ સેનાપતિ વિગેરેની,દાનના મહિમાથી બાર વર્ષ સુધી યશકીતિ વધે; રેગીઓને દાનના પ્રભાવથી રોગ જાય, અને નવીન રાગ બાર વર્ષ સુધી થાય નહિ; ઇત્યાદિ દાનને ઘણોજ મહિમા છે. દાનના છ અતિશય છે. તેના લીધે વષિાનના અવસરે ઈંદ્રાદિર પ્રભુની પાસે હાજર રહે છે, અને પોતપોતાના આચારનું પાલન કરે છે. તે છ અતિશયેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧ તીર્થકર ભગવંત વૈદ્યપિ અનંત બળના ધણી છે, તે પણ
ભક્તિ હોવાને લીધે પ્રભુને શ્રમ ન થાય માટે, દાન આપતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં દ્રવ્ય આપે છે,
28
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com