________________
૧૭૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ કરવાને ચારિત્ર ધર્મનું અંગીકાર કરવું અને તેનું શુદ્ધ રીતે પાલન કરવું એને શાસ્ત્રકારોએ ઉત્તમોત્તમ રાજમાર્ગ કહ્યો છે. મોક્ષાભિલાષી અને માટે તે તે પુષ્ટ આલંબન છે. ગૃહસ્થપણામાં રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર મુમુક્ષે અલ્પ છે. જ્યારે સર્વ વિરતી ગ્રહિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર અનંતા છે. ગૃહસ્થપણુમાં રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારની પરિણતી ભાવથી છઠ્ઠા ગુણ રથાનકને લાયકનીજ વર્તાતી હોય છે, અને ગૃહસ્થાવાસમાં તેમની પ્રવૃત્તિ પણ ઉદાસીન ભાવની હોય છે.
અનંતા તીર્થંકર થઈ ગયા. તે સર્વેએ પિતાની અખૂટ રાજ્ય ત્રાદ્ધિ, અને ચકવર્યાદિ ઋદ્ધિનો ત્યાગ કરી દિક્ષા અંગીકાર કરી હતી, વર્તમાનમાં વિચરતા તીર્થકરેએ દીક્ષા અંગીકાર કરી છે, અને ભવિષ્યમાં જે તીર્થક થશે તે તમામ દીક્ષા અંગીકાર કરશે, એમ જ્ઞાનીઓનું કથન છે. આત્મ કલ્યાણના માટે, સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગની, અને પંચ મહાવ્રત અ ગીકાર કરી તેના અવિચ્છિન્ન પાલનની જરૂર છે, અને તેજ ઉત્સ, ઉત્તમ મૂખ્ય માર્ગ છે. જેઓની શક્તિ હોય તેમણે તે સર્વ વિરતી ચારિત્રધર્મ–અંગીકાર કરવો એવી જીનેશ્વરની આજ્ઞા છે. જેઓને ચારિત્રધર્મ પાલન કરવાની શક્તિ ન હોય તેમણે ગૃહસ્થધમ પાલનરૂપ દેશ વિરતી-સમ્યફ મૂળ બારવ્રત તે પૈકી જેટલાં પિતાથી પાળી શકાય તેટલાં વ્રત અંગીકાર કરી તેનું શુદ્ધ રીતે પાલન કરવું. નિદાન ગૃહસ્થધર્મના અંગે મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યક્ત્વ અંગીકાર કરવું એવી પણ જીનેશ્વરની આજ્ઞા છે.
| તીર્થકરો તે ભવે મોક્ષે જવાવાળા છે એમ તેઓ જાણે છે, તે પણું ચારિત્ર અંગીકાર કરે છે. જ્ઞાનોપગથી દીક્ષાને કાળ નજીક આવ્યું છે એમ જાણી તેઓ સંસારથી વિશેષ વૈરાગ્યભાવને પામે છે. જ્યારે તેમને દીક્ષા લેવાને એક વર્ષ કરતાં કંઈક અધિક કાળ બાકી હોય છે, ત્યારે લેકાંતિક દેવલોકમાં રહેનાર દેવેને એ આચાર છે કે તેઓ તીર્થકરની પાસે જઈ તેમને વંદન કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com