________________
૨૭ ભવ. ] લગ્ન માટે પ્રભુને મિની વિજ્ઞપ્તિ. ૧૨૭
. રાજાએ ઉત્તર આપ્યો કે, મને અને રાષ્ટ્રને એ કુમારને લગ્ન મહોત્સવ જેવાને ઘણે મરથ છે. પણ એ તે જન્મથીજ સંસારથી વિરકત છે, તેથી તેમની પાસે વિવાહાદિ પ્રજનની વાત પણ કરી શકતા નથી. તે પણ તમારે આગ્રહ છે તે, તેમના મિત્રાદિથી ફરી આ વિષે તેમને કહેવરાવીશું, અને પછી તમોને જવાબ દેઈશું.
રાજાએ ત્રિશલાદેવી સાથે સલાહ કરી, કુમારના મિત્રોને લગ્નની અનુમતિ લેવા તેમની પાસે મોકલ્યા. તેઓ કુમાર પાસે ગયા, અને વિનયપૂર્વક પિતાજીની આજ્ઞા કહી સંભળાવી. * કુમારે જવાબ દીધું કે –“ તમને મારે સહવાસ છે. ગૃહસ્થાવાસ મને રૂચત નથી. હું તેનાથી પરામૂખ છું, એ વાત તમે જાણે છે છતાં તમે શા માટે આવી વાત મહારી પાસે લાવે છે?”
મિત્રોએ કહ્યું “હે કુમાર! તમને અમે સદા સંસારથી ઉદ્વિગ્ન માનીએ છીએ, પણ તમને માતાપિતાની આજ્ઞા અલંધ છે, એમ અમો સારી પેઠે જાણીયે છીએ, વળી અમારા પિકી કેઇની પણ યાચનાની અવમાનતા કદી આપે કરી નથી, તે આજે એકી સાથે સૌની અવમાનતા આપ કેમ કરવા તૈયાર થયા છે?”
કુમારે જવાબ દીધો કે, “અરે મોહગ્રસ્ત મિત્ર ! તમે સંસારના બંધનને વધારનાર એ આગ્રહ કેમ કરે છે? સ્ત્રી વિગેરને પરિગ્રહ તે ભવ ભ્રમણનું જ કારણ છે. વળી મારા માતા પિતાને મહારા વિયેગનું દુઃખ ન થાઓ, એવા હેતુથી જ હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હાલ દીક્ષા ગ્રહણ કરતું નથી, એ શું તમે નથી જાણતા. ? ”
એટલામાં રાજાની આજ્ઞાથી ત્રિશલા દેવી પિતે ત્યાં આવ્યાં.
માતાને જોઈને પ્રભુ ઉભા થયા. અને બહુમાનપૂર્વક ઉંચા રત્નસિંહાસન પર બેસાઈ નમ્રતા પૂર્વક માતાને કહ્યું કે, “હે માતા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com