________________
૨૭ ભવ. ) શ્રુત જ્ઞાન સ્વરૂપ.
૧૪૫ શ્રત જ્ઞાની દ્રવ્યથી ઉપગવંત થકે સર્વ દ્રવ્ય જાણે દેખે, આ ક્ષેત્ર થકી ઉપગી શ્રુતજ્ઞાની સર્વ ક્ષેત્ર કાલેક જાણે દેખે, કાળ
થકી ઉપગી શ્રુતજ્ઞાની સર્વ કાળ જાણે દેખે, અને ભાવ થકી ઉપગવંત શ્રુતજ્ઞાની સર્વ ભાવ જાણે દેખે. તે માટે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને શ્રુતકેવલીની ઉપમા આપવામાં આવે છે. કેવળ જ્ઞાની કેવળજ્ઞાનથી પદાર્થનું જ સ્વરૂપ જાણે દેખે છે, તેજ પ્રમાણે શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના બળથી જાણે દેખે છે. એ શ્રુતજ્ઞાની એ શ્રત કેવલી કેહવાય છે.
0
તકેવલી
જ સ્વરૂપ જ
શ્રતજ્ઞાનીએ
શ્રુતજ્ઞાન વપરને પ્રકાશ કરનાર છે, જ્યારે બાકીના ચાર - જ્ઞાન ફક્ત તેના જાણનારને જ બેધદાયક છે. તે બીજાને બોધદાયી નથી. અપેક્ષાથી તે ચારને મુંગાની ઉપમા આપવામાં આવેલી છે.
શ્રી નેશ્વર કેવલજ્ઞાન પ્રગટ થયા પછી સમવસરણમાં અમૃત સમાન બત્રીસ દેષ રહિત દેશના આપે છે, જે દેશના
જન પ્રમાણ ભૂમિમાં ફેલાવે પામે છે. તે પ્રભુ દેશનામાં જે કથન કરે છે, તેજ શ્રુતજ્ઞાન. તે દેશનાને ગણધર મહારાજ સૂત્ર રૂપે રચના કરે છે. તેનેજ દ્વાદશાંગી કહે છે. શ્રત, સિદ્ધાંત, આ ગમ, સમય એ બધાશ્રુતના પર્યાયવાચી શબ્દ છે.
૧ દ્રવ્યાનુયોગ ૨ ચરણકરણનુગ ૩ ગણિતાનુયોગ અને ૪ ધર્મકથાનુગ એ આગમનાજ ભાગ છે. શ્રુતજ્ઞાનના અભ્યાસથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થાય છે, તેથી ઉત્તરત્તર બેધ કહે કે બુદ્ધિ કહે તે વધતી જાય છે.
૧ શુશ્રષા (સાંભળવાની ઈચ્છા) ૨ શ્રવણ કરવું, ૩ ફરી પૂછવું. ૪ મનમાં અવધારણ કરવું. પ ગ્રહણ કરવું. ૬ વિચારવું ૭ નિશ્ચય કરે અને ૮ ધારણ કરી રાખવું. એ પ્રમાણે બુદ્ધિના આઠ ગુણ છે. આમાં જે કમ બતાવ્યું છે, તે કમથી અભ્યાસ કરવાથી જ્ઞાન પરિપકવ થાય છે.
19.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com