________________
૧૪૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧ર
અવધિજ્ઞાન. અવધિ-મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યનું જાણવું તેને અવધિજ્ઞાન કહે છે. અવધિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી ઇંદ્રિયોની અપેક્ષા વિના આત્મ પ્રત્યક્ષ રૂપે આ જ્ઞાન પ્રગટ થાય છે. અવધિજ્ઞાનના અસંખ્યાત પ્રકાર છે, તે પણ ગુણ પ્રત્યયિક તેના મુખ્ય છ ભેદ શાસ્ત્રમાં જણાવેલા છે.
૧ અનુગામિ અવધિજ્ઞાન–જે સ્થાનકે રહ્યાં અવધિજ્ઞાન ઉપજે તે સ્થાનથી અન્યત્ર જાય તે પણ લેચન (ચક્ષુ) ' ની પેરે સાથે આવે તેને અનુગામિ અવધિજ્ઞાન કહે છે.
- ૨ અનાનુગામિ અવધિજ્ઞાન–જે સ્થાનકે રહ્યાં અવધિ. જ્ઞાન ઉપર્યું હોય તે સ્થાનકે આવે ત્યારે જ તે જ્ઞાન હોય; અન્યત્ર જાય ત્યારે તે જ્ઞાન ન હોય, શંખલાબદ્ધ દીપકની પેર સ્થિર રહે તે ક્ષેત્ર પ્રત્યય ક્ષપશમ માટે તેને અનાનુગામી કહે છે.
૩ વર્ધમાન અવધિજ્ઞાન–ઘણાં ઘણાં ઈધણને પ્રક્ષેપ જેમ અગ્નિ વધે તેમ પ્રશસ્ત અતિ પ્રશસ્તતર અધ્યવસાય થકી સમયે સમયે અવધિજ્ઞાન વધે. પ્રથમના ઉપજતા અંગુલના અસંખ્ય
ખ્યાતમે ભાગે ક્ષેત્ર જાણે દેખે, પછી વધતું વધતું યાવત્ અલોકના વિષે લેક જેવડાં અસંખ્યાતા ખડુક દેખે તેને વર્લ્ડ માન અવધિ જ્ઞાન કહે છે.
(ટીપઃ જે કે અલકમાં કંઈ પદાર્થ નથી, તે પણ સમજવા ખાતર અલકમાં કંઇ પદાર્થ હોય તે દેખી શકે. અવધિજ્ઞાનની શકિત બતાવે છે)
૪ હયમાન અવધિજ્ઞાન–પૂર્વે શુભ પરિણામ વશે ઘણું ઉપજે અને પછી તથા વિધ સામગ્રીને અભાવે પડતે પરિણામે કરીને ઘટતું જાય તેને હીયમાન અવધિજ્ઞાન કહે છે.
૫ પ્રતિપાતિ અવધિજ્ઞાન–જે સંખ્યાના અસંખ્યાતા જન ઉત્કૃષ્ટપણે યાવત્ સમલેક દેખીને પણ પડે; આવ્યું જાય તેને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com