________________
૨૭ ભવ. ] મૃત શાનના ભેદ.
૧૪૧ (ક) સંજ્ઞાક્ષર તે જુદી જુદી લીપીના અક્ષર જાણવા શાસ્ત્ર
માં અઢાર પ્રકારની લીપી જણાવવામાં આવી છે,
જેમકે હંસલીપી, ભૂઅલીપી ઇત્યાદિ. (ખ) વ્યંજનાક્ષર તે અકારાદિ કાર પર્વત બાવન અક્ષર મુખે ઉચ્ચરવા રૂપ.
આ બે અજ્ઞાનાત્મક છે, પણ શ્રુતજ્ઞાનના કારણ રૂપ છે, તેથી તેને શ્રુતજ્ઞાન તરીકે ગણવામાં આવેલ છે. (ગ) લધ્યાક્ષર-તે અર્થને પ્રત્યયે કરી ગર્ભાક્ષર લાધે. તે
અક્ષરે કરીને અભિલાષ્યભાવ કહી શકાય. લેકમાં અનંતા ભાવ અનભિલાપ્ય છે, એટલે જાણી શકાય પણ તેનું વર્ણન મુખથી કહી શકાય નહિ. એકજ નામના પદાર્થ જુદી જુદી રીતે તૈયાર થએલા હોય, અથવા જુદા જુદા સ્થલે તેની પેદાશ થઈ હોય તેની મીઠાશમાં તામ્યતા હોય, તે ચાખવાથી કે ખાઈને જેવાથી જાણી શકાય; ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ એમ તેના ભેદ પાડી શકાય, પણ તે માં તારતમ્યતા કેવા પ્રકારે રહી છે, તેનું વર્ણન મુખથી કરી શકાય નહિ કે અક્ષરથી લખી શકાય નહિ.
ઉપર જણાવેલા ત્રણ ભેદને સમાવેશ અક્ષરદ્યુતમાં થાય છે.
૨ અનક્ષરદ્યુતઃ–શિર કંપન, હસ્ત ચલન, આંખના ઈશારાદિ કરીને અભિપ્રાયને જણાવ, જાણ તે અનક્ષતજ્ઞાન.
૩ સંજ્ઞાશ્રુત-સંજ્ઞીપંચેન્દ્રિયનું શ્રુત તેને સંજ્ઞાશ્રુત કહે છે. આ સંજ્ઞાનાના ત્રણ ભેદ છે. (૧) દીર્ઘ કાલિકી–અતિત, અનાગત ઘણા કાલનું
ચિતવવું તેને દીર્ઘકાલિકી સંજ્ઞા કહે છે. (૪) હેતુપદેશિકી–જે તાત્કાલિક ઈષ્ટ, અનિષ્ટ વસ્તુ
જાણને પ્રવૃત્તિ નિવૃત્તિ થાય તેને હેતૂપદેશિકી સંજ્ઞા કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com