________________
૧૪૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ સંશય સહિત જાણે તે સંદિગ્ધગ્રાહી ૯ ને કેઈક સંશયરહિત જાણે તે અસંદિગ્ધગ્રાહી ૧૦. કોઈક એકવાર જાણે પછી તે વિસરી જાય નહી તે ધ્રુવ ૧૧, અને કોઈક વિસરી જાય તે અધવ ૧૨. એ પ્રમાણે અઠાવીશ ભેદ ને બાર ગુણ કરીએ ત્યારે તેના (૩૩૬) ત્રણસેને છત્રીશ ભેદ થાય છે. આ ત્રણસેને છત્રીશ ભેદ કૃતનિશ્ચિત મતિજ્ઞાનના છે. તેની અંદર અમૃતનિશ્ચિતમતિજ્ઞાનની જે ચાર પ્રકારની બુદ્ધિ ઉપર જણાવી ગયા તેને મેળવતાં મતિજ્ઞાનના એકંદર ત્રણને ચાલીશ ભેદ થાય છે.
આ મતિજ્ઞાનવાળે સામાન્ય આગમના બલથી સર્વ દ્રવ્ય જાણે, પણ દેખે નહિ. ક્ષેત્ર થકી સર્વ ક્ષેત્ર કાલાક જાણે પણ દેખે નહિ. કાળ થકી સર્વકાળ જાણે પણ દેખે નહિ. ભાવ થકી મતિજ્ઞાની સર્વભાવ જાણે પણ દેખે નહિ.
મતિજ્ઞાન પ્રત્યેક જીવને તેને ક્ષયપશમ પ્રમાણે હોય છે. ઉપર જે ભેદ જણાવવામાં આવેલા છે, તે મતિજ્ઞાનના સામાન્ય ભેદ છે. એનું વિશેષ સ્વરૂપ નંદી-આવશ્યકાદિ સૂત્રમાં બતાવવામાં આવેલું છે. સાંભળવાથી કરી જાણીએ તે શ્રુતજ્ઞાન.
શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનું સ્વરૂપ ઉપર જણાવવામાં આવ્યુ છે. તેમ વિજ્ઞાનનાં સાથેજ શ્રુતજ્ઞાન સંલગ્ન જ છે. તે પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનને હેતુ છે. અને શ્રત નતિનું ફળ છે. મતિજ્ઞાનથી જાણવામાં આવે પણ તેનું સ્વરૂપ તે કહી શકે નહી, અને શ્રુતજ્ઞાન અક્ષર રૂપ છે તેથી બીજાને જણાવી શકે. માટે પ્રથમ મતિ અને પછી શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાનના ચૌદ તેમજ વીસ ભેદ છે.
ચૌદ ભેદ આ પ્રમાણે. ૧ અક્ષરશુત અક્ષર શ્રતના ત્રણ ભેદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com