________________
૨૭ ભવ. ] મતિજ્ઞાનના ભેદ.
૧૩૯ ૨ ઈહા-અવગ્રહીત વસ્તુ નિર્ધારવાના હેતુથી વિચાર કરવો તેને કહા કહે છે. તેના પણ ઉપર પ્રમાણે છ પ્રકાર છે.
૩ અપાય (નિશ્ચય)-ઈહિત વસ્તુનો નિશ્ચય કરે તેને અપાય કહે છે તેના પણ ઉપર જણાવ્યા મુજબ છ ભેદ છે.
૪ ધારણા-નિર્ધારિત અર્થનું ૧ અવિસ્મૃતિ (નિર્ધારિત વસ્તુને કાંઈ પણ ફેરફાર વિના તેજ રૂપે ધારી રાખવું તે) ૨ સ્મૃતિ (નિર્ધારિત વસ્તુને અર્ધ માત્ર ધારી રાખવું તે) ૩ વાસના ( સંખ્યાત અસંખ્યાત કાળ સુધી ભવાંતરે ધારી રાખે તે વાસના જાતીસ્મરણ જ્ઞાન આ વાસનાને ભેદ છે) આ ત્રણ પ્રકારથી ધારી રાખવું તેને ધારણા કહે છે, તેમાં પણ છે ભેદ છે.
ઉપર પ્રમાણે ચાર ભેદને છ એ ગુણતાં અઠ્ઠાવીશ ભેદ થાય છે, તેથી મતિજ્ઞાનના મુખ્યતાએ અઠ્ઠાવીશ ભેદ ગણાય છે.
જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણાના ભેદમાં આવે છે તે જાતિસમરણ જ્ઞાનવાન્ ભૂતકાલ આશ્રિત સંજ્ઞી પંચે. દ્રિયના સંખ્ય તાવ દેખી શકે છે.
મતિજ્ઞાનના આ અઠ્ઠાવીશ ભેદના ૧ બહુ, ૨ અબહુ ૩ બહુવિધ, ૪ અબહુવિધ, ૫ ક્ષિપ્ર, ૬ અક્ષિપ્ર, ૭ નિશ્રિત, ૮ અનિશ્રિત, ૯ દિગ્ધ, ૧૦ અસંદિગ્ધ ૧૧ ધ્રુવ, ૧૨ અધુવ, એ બાર ભેદ છે. કેઈક અનેક વાજીંત્રના ભેદ સામટાં સાંભળીને ઈહાં આટલી ભેરી, આટલા શંખ વાગે છે, એમ પૃથક પૃથક શબદ રહે તે બહુગ્રાહી, અને કેઈક અવ્યકતપણે વાજીંત્ર વાગે છે એટલું જ જાણે છે પણ વિશેષ નજાણે તે અબહુ ગ્રાહી ૨. કેઈક મધુર મંદસ્વાદિ બહુ ધર્મોપેત જાણે તે બહુવિધગ્રાહી ૩. તે કઈક એક બે પર્યાયે પત જાણે તે બહુવિધગ્રાહી ૪. કેઈક તરત જાણે તે ક્ષિપ્રગાહી ૫ ને કઈકે વિચારી વિચારીને ઘણીવેળાએ જાણે તે અક્ષિપ્રગ્રાહી ૬. કેઈક લિંગ નિશ્રાએ જાણે, જેમ પતાકાએ કરી મંદિર જાણે તે નિશ્રિત ગ્રાહી છે. નિશ્રાવિના જાણે તે અનિશ્ચિતગ્રાહી ૮. કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com