________________
પ્રકરણ ૧૨ મું.
જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ.
દરેક તીથ કર છેવટના તીથ''કરના ભવમાં માતાના ગર્ભ માં ઉત્પન્ન થાય છે ત્યારથીજ તેઓ અવિધજ્ઞાન સહિત
હાય છે. ગૃહસ્થાવાસના ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરે છે, તેજ વખતે તેમને મનઃપવ જ્ઞાન થાય છે; અને ચાર પ્રકારના ઘાતિ ક્રમના જ્યારે નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય છે. એજ નિયમાનુસાર ભગવત મહાવીર જે વખતે દેવાનંદાના ગર્ભમાં ઉન્ન થયા ત્યારે તેમને અવધિજ્ઞાન હતું. જે વખતે તેઓ ચારિત્ર અ‘ગીકાર કરશે ત્યારે તેમને ચેાથુ મનઃ૫ વ જ્ઞાન થશે. તે પછી બાર વર્ષથી કાંઇક અધિક કાલ સુધી ઘાર તપશ્ચર્યા કરી અને પરિસહ સહન કરી ચાર ઘાતિ ક્રમના નાશ કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશે, તેથી એ જ્ઞાનનું સ્વરૂપ જાણવું એ જરૂરનુ' છે,
૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન,૩ અવધિજ્ઞાન, ૪ મનઃપવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન. આ પાંચમાં પ્રથમનાં છે–મતિ અને શ્રુત-એ પરીક્ષજ્ઞાન છે. જીવને તે જ્ઞાન બીજાની મદદથી થાય છે. પાછળનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે તે જ્ઞાન આત્માને કાઇની પણ સહાય વિના દર્પણમાં પડનાર પ્રતિબિંબની માફક પ્રત્યક્ષ થાય છે. તેથી તે પ્રત્યક્ષ કહેવાય છે. તેમાં અષિ અને મત્કૃપ વ દેશ પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન સવ' પ્રત્યક્ષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com