________________
ܝܪ
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૧
પર આજ્ઞા ચલાવું; તથા સઘળા રાજાએ આવી મને નમે એવી હું થાઉં.
રાણીને જે જે ઉત્તમ ઢોહલા ઉત્પન્ન થતા તે સિદ્ધારાજા પુરા કરતા, ને તેથી રાણી પેાતાને કૃતપુણ્ય માની, આનંદમાં રહી ગર્ભ નું પાલન કરતાં હતાં.
ગ`પાલનના અંગે ત્રિશલાદેવીના વતન ઊપરથી ઘણુંા એવ લેવા જેવા છે. ગર્ભ ધારણ કરનારી માતાએ ગભ ધારણકાલમાં પેાતાના ગર્ભ નિરોગી, સુદ્રઢ, કાન્તિવાન, બુદ્ધિશાળી, અને પરાક્રમવાન પેદા થાય તેવા પ્રકારની આચરણા આચરવાની છે. વાગભટ નામના વૈદ્યક ગ્ર'થમાં આપેલી સુચનાએ કલ્પસૂત્રની ટીકામાં ટીકાકારે આપી સમાજના ઉપર ઘણેાજ ઉપકાર કરેલે છે. કલ્પસૂત્ર દર સાલ પર્યુષણ પર્વમાં સાંભળવાની દરેકની ફરજ છે. તેના વાંચન વખતે સ્રી વર્ગો તે લક્ષપુર્વક સાંભલે તે ગભ પાલન અ ંગે તેમના ક્રુત વ્યનું તેમને જ્ઞાન થાય. આ સ્થળે પણ વાંચક નગને તે સુચનાઓ ઉપયેાગી જાણી આપવી દુરસ્ત ધારી છે. ૧ વાયુવાલા પદાર્થો ખાવાથી ગર્ભ કુબડા, આંધલા, જડ તથા વામનરૂપ થાય છે,
૨ પિત્તવાલા પદાર્થોં ભક્ષણ કરવાથી નિળ થાય. ૩ કકારક પદાર્થ ખાવાથી પાંડુ રાગવાલેા થાય. ૪ અતિખારૂ ભેાજન નેત્રાને નુકશાન કરનાર છે.
ગર્ભ ધારણ કરનારી સ્ત્રીએ અતિ ઉન્હા, અતિ ટાઢા આહાર પણ ન કરવા, અતિ તીખા, અતિ કડવા, અતિ કશાયેલા, અતિ ખાટા, અતિ મીઠી, અતિ લખે, અતિ ચેાપડયા, અતિ સૂકા એવે આહાર કરવા નહિ; પણ સાધારણ આહાર કરવા.
ગર્ભ ધારણુ કાલમાં માતાએ ઘણી શાન્તીમાં આનદપુર્વક કાય જાય તેમ કરવું. હંમેશાં પવિત્ર જીવન ગુજારવુ. ઉત્તમ પુસ્તકો વાંચવાં. ઊત્તમ વિચારે કરવા, અને ઉત્તમ ચારિત્રવાન, ગુણીયલના સહેવાસમાં વખત જાય તેમ કરવું, તેથી ગર્ભના ઊપર પ્રાચે ઊત્તમ સકારા પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com