________________
૧૧
શાસનસેવાના અ'ગે કાષ્ઠ ગુણીજનનું ચરિત્ર લખાઇ મહાર પાડવામાં હું નિમિત્ત કારણ થાઉં તે સારૂ, એવા વિચારથી કેટલાક પ્રશ્નો તૈયાર કરી, તે છપાવી તેવા પ્રકારનું સાહિત્ય ભેગુ કરવાની શરૂવાત પણ કરેલી હતી.
સવત ૧૯૭૬ ના ઉન્હાળાની શરૂવાતમાં, વિશેષેકરી મહારા ઉપર ઉપકાર કરવાના ઉદ્દેશથી, પરમેાપકારી, પરમપૂજ્ય આચાય મહારાજ શ્રી વિજયમેાહનસુરીજી મહેસાણાથી વિહાર કરી વડોદરે પધાર્યા હતા. તેમની સાથે તેમના મૂખ્ય શિષ્ય પન્યાસજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી, મુનિ ઉદયવિજયજી, અને નવીન દીક્ષિત મુનિ ધર્મવિજયજી હતા.
વ્યાખ્યાનના વખત શીવાય ખાસ વખત કાઢીને શ્રીમદ્ ઉમાસ્વાતીવાચકકૃત શ્રી તત્વાર્થસૂત્ર, જેના ઉપર શ્રી સિદ્ધસેન સૂરીએ ઘણીજ સારી વિસ્તારવાળી ટીકા સંસ્કૃતભાષામાં કરેલી છે, તે ગ્રંથ સંભળાવવા તથા સમજાવવાને તેઓશ્રીએ કૃપા કરી. તેને લાભ ખીજા કેટલાક જીજ્ઞાસુમ આ પણ
લેતા હતા.
ચામાસા માટે સુરત વિગેરે સ્થળના સંઘ તરફથી વિનંતી છતાં, ખાસ ઉપકારાર્થે જ તેઓશ્રીનુ ચાતુર્માસ તે સાલમાં વડાદરામાં થયું. વ્યાખ્યાનમાં શ્રી સ્થાનાંગસૂત્રનું વાંચન ચાલતું હતું. ચાતુર્માંસ સંપૂણૅ થયા પછી તેઓશ્રી અત્રેજ ખીરાજતા હતા.
સવત ૧૯૭૭ના માગસર સુદ ૧. તા. ૧૧-૧૨૨૦ ની પાછલી રાત્રે જાગૃત થતાં, લેાકેાત્તર મહાપુરૂષ ભગવંત મહાવીર પ્રભુનુ` ચરિત્ર ગુજરાતીભાષામાં લખવાના વિચાર ઉદ્ભવ્યા. જેમનુ જીવન પરમશુદ્ધ છે, જેમનું ખળ, વીય', પરાક્રમ, ચરિત્ર, ઉત્તમેાત્તમ અને અનુકરણીય છે, એવા તીર્થંકર પ્રભુનું ચરિત્ર લખવાના વિચારા એ ઘણુ જોર કર્યું. તૂત તે વિચારા નેટબુકમાં ટાંકી રાખ્યા. તે વિચારની શરૂવાત કરતાં આ પ્રમાણે ટાંચણુ કર્યું છે, “ ભગવંત શ્રી મહાવીરચરિત્ર ગુજરાતીભાષામાં લખવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com