________________
૧૦
ચારાદિકનુ ગણિત, દ્વીપ, સમુદ્ર, નરક, વિમાનાદિક્ષેત્રમાન, તથા તેની ગણત્રી વિગેરે વિચારા દર્શાવે છે.
૪ ધર્મ કથાનુયાગ—મહા પુરૂષાની જીવન પ્રણાલિકા, તે માંથી ઝળકતી ઉત્તમ નીતિ, સદાચરણ, પૂર્વકાલીન ઇતિહાસ, દીર્ઘદ્રષ્ટિએ વિચારતાં પૂર્વાપર કાલના અનુભવ, ઉપાદેયવસ્તુ પ્રત્યેના આદરભાવ, અસદાચારના ચારિત્રથી થતી અસદાચાર પ્રત્યેની ગાઁ, સાધુ શ્રાવકના આચાર પ્રત્યે પડતા ઉત્તમ ચલકાટ વિગેરે • વિચારો દર્શાવે છે.
આ ચારમાંથી સામાન્ય રૂચિવાળા બાળજીવાને તેા ધર્મકથાનુયોગ વિશેષ ઉપકારી છે. આગમમાં શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાશક દશાંગ, વિપાકસૂત્ર, ઉત્તરાધ્યયન વિગેરે કથાનુયાગના ગ્રંથ છે.
સંસાર યાત્રામાં પડતા યુવકવર્ગને, તેમજ સંસારના વિષયા માં લુબ્ધવર્ગને, કથાના તથા ચરિત્રના ગ્રંથા માદક નીવડે છે. મહાપુરૂષાના ચરિત્ર વિવેકથી વાંચી, તેને પૂર્વાપર સંબંધ વિચારી, તે ઉપરથી સાર ગ્રહણ કરવામાં આવે, તે તેથી વિચાર સુધારણાને, આત્મપ્રભુતિ નિર્મળ બનાવવાને વિશેષ મદદ મળે છે. કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્ન હેમચદ્રાચાય મહારાજે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ગ્રંથ લખી, આપણા ઉપર મહાન ઉપકાર કરેલા છે. તેના આશય એજ પ્રકારના હાવા જોઇએ, એમ પ્રથમ દનિય અનુમાન જાય છે. એ ગ્રંથની અંદર એવી તેા ઉત્તમ ઘટના કરવામાં આવી છે કે, બાકીના ત્રણે અનુયાગનુ જ્ઞાન, વાનગી રૂપે તેમાંથી ઝળકી નીકળે છે.
મને જીવન ચરિત્રા અને ધર્મકથાનુયાગના ગ્રંથા વાંચનની રૂચી પ્રથમથી હતી, અને મહારી જીવન યાત્રામાં તેમને મદદગાર થયા છે. નાવેલ કૃત્રિમ ચિત્રા રજુ કરે છે, ત્યારે ચરિત્રમાં વાસ્તવિક ગુણેાનુ જ વણુન આવે છે. ખરી કસોટીના પ્રસગે એ ચરિત્ર નાયકે ખતાવેલી ધૈયતા, વાપરેલી મુધ્ધિ, અનુકરણીય હાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com