SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથમાળા નં. ૧૫ [ ૭ (૫) પુષ્કરવાર અર્થદ્વીપ એ પ્રમાણે છે. બાકી રહેલા પુષ્કરવાર અર્ધદ્વીપની સરુવાતમાં માનુષત્તર૫ર્વત છે, જે મનુષ્ય લેકને ઘેરીને ઉભે છે. આ દરેક દ્વીપમાં સર્વક્ષેત્ર સમાન નથી, કેટલીક કર્મભૂમિ છે અને કેટલીક અકર્મભૂમિ છે. અઢી દ્વીપમાંના પાંચ ભરત, દેવગુરૂ અને ઉત્તરકુરૂ સિવાયના પાંચ મહાવિદેહ અને પાંચ એરવત એ પંદર ક્ષેત્ર કર્મભૂમિ છે, બાકીના ક્ષેત્ર અકમભૂમિ છે. કર્મભૂમિમાં અસિ, મસિ અને કૃષિ એ ત્રણ કળા દ્વારા મનુષ્ય શ્રમજીવી બને છે, ત્યાં રાજા પ્રજા એમ વ્યવહાર વતે છે અને તે ઉપરાંત ત્યાં તીર્થકર ઉત્પન્ન થાય છે કે જે ચતુર્વિધસંધ અને પ્રવચન એ બે રૂપે ધર્મની સ્થાપના કરે છે, જેની સહાયથી જીવે ધર્મ અને કર્મના ભેદ સમજી, વિચારી, ઈચ્છાપૂર્વક મોક્ષઅર્થે પ્રવૃત્તિ કરી શકે છે. આથી વિપરીત અકર્મભૂમિ છે, ત્યાં મનુષ્ય કુદરત પર આધાર રાખે છે, ત્યાં યુગલિક જીવ વસે છે. તે સર્વે સમાન કક્ષાના ગણાય છે અને તીર્થકરે ત્યાં ઉત્પન્ન થતા ન હોઈ ત્યાંના જીવને ધર્મકર્મના ભેદ જાણવાનો પ્રસંગ મળતું નથી. અકર્મભૂમિમાં ક્ષેત્ર પર આયુષ્ય, શરીર, આહાર આદિના ભેદ વતે છે. લેશ્યા : જીવના પરિણામ, વિચારધારા, તર્કપરંપરા, અધ્યવસાય, વિચારસરણી એજ વેશ્યા છે. લેસ્યામાં પણ તરતમતા હોય છે, તે દર્શાવવા તેના છ પ્રકાર ગણાવાય છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત, (૪) તેજઃ (૫) પદ્ય અને (૬) શુકલ. જીવના અધમતમ પરિણામ કૃષ્ણવેશ્યા, અધમતર વિચારધારા નીલલેશ્યા, અધમ તક પરંપરા કાપત વેશ્યા, શુદ્ધ અયવસાય તેવેશ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034920
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorChimanlal Dalsukhbhai Shah
PublisherManivijayji Granthmala
Publication Year1957
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy