________________
ગ્રંથમાળા નં. ૧૫
૪૩
જીવને પ્રમત્ત યોગ હોય છે. આવું શરીર ચૌદ પૂર્વધર મુનિ અન્ય ક્ષેત્રમાં વિરાજતા તીર્થંકરની અદ્ધિ જોવાની ઈચ્છાથી અથવા પિતાને પડેલ સૂમ વિષયૂના સંદેહના ખુલાસા મેળવવા અર્થે જ રચે છે. તેજસ અને કાર્મણ શરીર ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મતર હોય છે.
તૈજસ કામણુ એ બે શરીર સૂક્ષ્મ ડેઈ અરૂપી છે; તેને અંગોપાંગ પણું હેતાં નથી. દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીર અંગે પાંગવાળાં છે.
જીવના દેહને અંગે પાંગની પ્રાપ્તિ કરાવનાર અંગોપાંગ નામ કમ છે.
અંગ આઠ છેઃ (૧) મસ્તક, (૨, ૩) બે હાથ, (૪, ૫) બે પગ, (૬) ઉદર, (૭) પીઠ અને (૮) જંઘ અથવા જાંઘ.
આંગળાં, નાક, આંખ, કાન, જીભ આદિ ઉપાંગ છે. નખ, રેખા, વાળ, રેમ, વેઢા આદિ અંગોપાંગ છે.
બાંધેલ કર્મના કારણે જીવમાં આશ્રવ પામતાં નવાં કર્મપુદ્ગલને જીવના આત્મપ્રદેશ સાથે થતે તદ્રુપ સંબંધ એ બંધ અથવા બંધનનામ કમ છે. બંધન પંદર છે: (૧) ઔદારિક દારિક, (૨) ઔદારિક તેજસ, (૩) દારિક કામણ, (૪) દારિક તેજસ કાર્ય, (૫) વૈક્રિય વૈક્રિય, (૬) વૈક્રિય તેજસ, (૭) વક્રિય કામણ, (૮) વક્રિય તેજસ કાર્મણ, (૯) આહારક આહારક, (૧૦) આહારક તૈજસ, (૧૧) આહારક કામણ, (૧૨) આહારક તેજસ કામણ, (૧૩) તેજસ તેજસ, (૧૪) તેજસ કામણ અને (૧૫) કામણ કામણ કર્મની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com