________________
ગણિવર્યાનું હું જીવન ચરિત્ર
(૬૯) કરવામાં આવ્યું. સંવત ૨૦૦૪ ના મહા વદિ ૪ના રોજ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભહસ્તે હેન સંતોકને ભાગવતી દીક્ષા આપવામાં આવી, તેમનું નામ સાધ્વીજી શ્રી સુલોચનાશ્રીજી રાખ્યું, અને તેમને સાવીજી શ્રી સુર્યોદયાશ્રીજીના શિષ્યા કર્યા.
ત્યારબાદ પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય પરિવાર સાથે જાવાલથી વિહાર કર્યો. અને પાડીવ વિગેરે ગામોમાં વિચરતા વિચરતા અણદરા થઈ આબુ તીર્થ આવ્યા. ત્યાં આઠ દિવસની સ્થિરતા કરી અચલગઢની યાત્રા કરી ખરેડી આવતાં ત્યાં ત્રણ દિવસ રોકાયા ત્યાંથી વિહાર કરી પાલણપુર અને સિદ્ધપુર થઈ, કંબોઈ તીર્થની યાત્રા કરી, હારીજ થઈ શ્રી શંખેશ્વરજી પધાર્યા, ત્યાં ચાર દિવસની સ્થિરતા કરી. શંખેશ્વરજીથી વિહાર કરી લીલાપુર, સીયાણી, લીંબડી, રાણપુર, લાઠીદડ અને પછેગામ થઈ સોનગઢ આવ્યા. ત્યાં ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. સનગઢથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને મેખડકા થઈ ચિત્ર વદિ ૭ ના રોજ પાલીતાણામાં પ્રવેશ કરતાં ભવ્ય સામૈયું થયું, તેઓશ્રી ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે પાલીતાણામાં જૈન સાહિત્ય મંદિરમાં ઉતર્યા. અહીં વરતેજ નિવાસી પરમ વૈરાગી ભાવસાર શાંતિલાલ પ્રાગજી વાંકાણીને આચાર્યજી મહારાજ શ્રી વિજ્યભક્તિસૂરીશ્વરજી મહારાજે સંવત ૨૦૦૪ના વૈશાખ શુદિ ૫ ના શુભ દિવસે ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી સંયમવિજયજી રાખવામાં આવ્યું, અને તેમને પંન્યાસજી શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com