________________
( ૭૦ )
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી. કંચનવિજયજી ગણિવર્યના શિષ્ય કર્યા. વળી મુનિરાજ શ્રી સંયમવિજયજીને આચાર્ય મહારાજના શુભ હસ્તે જેઠ શુદિ ૬ના રોજ વડી દીક્ષા આપવામાં આવી, અને તેમને પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શિષ્ય કર્યા. પંન્યાસજી મહારાજે ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે સંવત ૨૦૦૪ નું ચતુર્માસ પાલીતાણામાં કર્યું.
તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં સમતારસને ઝીલતા પંન્યાસજીશ્રી કંચનવિજયજી ગણિવયે અશાડ શુદિ ૧૩ થી એકત્રીશ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા આદરી. એ તપસ્યા નિમિત્તે સીરેહી નિવાસી શેઠ સમરથમલજી તરફથી તથા ભાવસાર ભાઈ–બહેને તરફથી, એમ બે અઠ્ઠાઈ–મહત્સવ ધામધૂમથી ઉજવાયા. તેમાં હમેશાં સુંદર રાગ-રાગિણુથી સંગીતની રમઝટ સાથે વિવિધ પૂજાએ ભણવવામાં આવી, પ્રભાવનાઓ થઈ, તથા પરમાત્માની પ્રતિમાને જીઓને અંગરચના કરાવવામાં આવી. વળી ભાવસાર પ્રમોદરાય જગજીવનદાસ ગુંદીગરા તરફથી વિધિ-વિધાન સાથે નવાણું અભિષેકની પૂજ ભણાવવામાં આવી, અને ભાવસાર રતિલાલ છગનલાલ વેલાણ તરફથી ઘણા જ ઠાઠમાઠથી વરઘોડે ચડાવવામાં આવ્યું. વરઘોડામાં સ્થાનિક સંઘ, સંખ્યાબંધ યાત્રિકો, તથા ભાવનગર, વરતેજ વિગેરે સ્થળેથી આશરે ૨૫૦ ભાવસાર ભાઈ–બહેનોએ હાજરી આપી હતી. શ્રાવણ શુદિ ૧૫ ના રેજ પારણું કરવાનું હતું. તે દિવસે સવારમાં પંન્યાસજી
શ્રી કંચનવિજયજી ગણિવ ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજને વંદન કરી પચ્ચખાણુ
લીધા બાદ તે ગુરુદેવના ચરણ-કમલનું પ્રક્ષાલન કર્યું. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com