________________
(૬૮) * પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી
આ વખતે ચુડા નિવાસી શા. ઉમેદચંદ મલચંદ પંન્યાસજી મહારાજને વંદન કરવા આવ્યા. તેમણે પંન્યાસજી મહારાજનું વ્યાખ્યાન પૂર્ણ થતાં શ્રીફળની પ્રભાવના કરી, તથા પાલીના સંઘમાં દરેક ઘેર જરમન–સીવરના વાટકાની લાણી કરી. વળી પંન્યાસજી મહારાજના સદુપદેશથી તેમણે શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરજીના જીર્ણોદ્ધાર માટે તથા ટેકરીના દેરાસરજીના જીર્ણોદ્ધાર માટે અઢી હજાર રૂપિયા પાલીના શ્રીસંઘને અર્પણ કર્યા.
ચતુર્માસ પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજે પોતાના શિષ્યપરિવાર સાથે પાલીથી વિહાર કર્યો. અને આઉવા, જાકેડા, શિવગંજ તથા નેવી થઈ જેગાપરા આવ્યા. અહીંના સંઘમાં ઘણા વખતથી કુસંપ ચાલ્યા આવતા હતા, પંન્યાસજી મહારાજ સંવત્ ૧૯૭ ની સાલમાં જગા પર આવેલા ત્યારે તેઓશ્રીએ સદુપદેશ આપી એ કુસંપ દૂર કરાવ્યો હતે. જેથી સંઘમાં કેટલેક વખત સંપ અને સહકારની સુવાસ ફેલાણી હતી. પરંતુ કેટલાક કલેશપ્રિય ભાઈઓની દેરવણથી સંઘમાં વળી પાછા કુસંપ પેઠે હતો. પંન્યાસજી મહારાજે પ્રયાસ કરી તથા સદુપદેશ આપી એ કુસંપ ર કરાવ્યો. ત્યારબાદ તેઓશ્રી ગાપરાથી વિહાર કરી જાવાલ પધારતાં સંઘ તરફથી ભવ્ય સામૈયું થયું. અહીં મઢારનિવાસી ઓસવાળજ્ઞાતિના પરમવૈરાગી સંતકબહેન દીક્ષા અંગીકાર કરવા આવ્યા. તેમની સાથે તેમના શ્વશુર પક્ષના દિયર વિગેરે તથા પિયર પક્ષના માણસે આવ્યા હતા. તેમના તરફથી ઠાઠમાઠથી દીક્ષાને વરઘોડો ચડાવવામાં આવ્યો. વળી તેમના તરફથી પૂજા, પ્રભાવના, આંગી તથા સાધમિક વાત્સલ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com