________________
ગણિવર્ય નું ટુંક વન ચરિત્ર
( ૭ )
ટ્રેનમાં જાવાલ ગયા, અને પન્યાસજી મહારાજ લેાદીમાં રાકાયા. અહીં તેઓશ્રી હમેશાં વ્યાખ્યાન વાંચતા. તેઓશ્રીની
વૈરાગ્યવાહિની દેશના સાંભળવા મૂર્તિપૂજક શ્રાવક-શ્રાવિકાએ ઉપરાંત સ્થાનકવાસી, તેરાપંથી તથા જૈનેતરભાઈએ પણુ પુષ્કળ આવતા. વ્યાખ્યાનăાલ ચીકાર ભરાઇ જતા. લાદીના સંઘે ચામાસા માટે આગ્રહભરી વિનંતિ કરી, પરંતુ ચતુર્માસને હજુ વાર હાવાથી પન્યાસજી મહારાજે હા ન કહી.
લેાદીમાં એક મહિનાની સ્થિરતા કર્યા બાદ તેઓશ્રીએ ત્યાંથી વિહાર કર્યાં, અને વિચરતા વિચરતા આસીયા પધાર્યા. અહીં આસીયા જૈન એલ્ડિંગની વીઝીટ લીધી. એડિંગની સુવ્યવસ્થા તથા વિદ્યાર્થીઓમાં વિનયવિવેક અને ધાર્મિક સંસ્કાર જોઇ ખુશી થયા. ત્યાંથી કાપરડાજી તીર્થ આવી ત્યાં ચાર દિવસ રોકાયા. કાપરડાજીથી પેાતાના શિષ્ય-પરિવાર સાથે વિચરતા વિચરતા પાલી પધાર્યાં. પાલીના શ્રીસંઘે પન્યાસજી મહારાજને ચતુર્માસ માટે આગ્રહ ભરી વિનંતિ કરતાં તેઓશ્રીએ ગુરુ મહારાજની આજ્ઞા લેવા સૂચના કરી. જેથી સ'ધના અગ્રેસરા આચાય દેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પાસે સાદડી મુકામે ગયા, અને ત્યાંથી તેઓશ્રીની આજ્ઞા લઈને આવ્યા. જેથી પન્યાસજી શ્રી કચનવિજયજી મહારાજે સંવત્ ૨૦૦૩ નું ચાતુર્માસ પાલીમાં કર્યું. ચેામાસા દરમ્યાન તેએાશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજય માહાત્મ્ય તથા ભાવનાધિકારે શ્રી ભુવનભાનુ કેલિ ચરિત્ર વાંચ્યું. તેઓશ્રીના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના, વિગેરે ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com