________________
(૪)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી માતુશ્રીને મૂર્તિપૂજક જૈન તરીકેના સંસ્કાર પડયા હતા. ભાઈશ્રી હરજીવનદાસને નાનપણથી જ વીતરાગ પરમાત્માના પ્રતિમાજી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હતી. હવે તે તેઓ સમજણ પણ થયા હતા, જેથી પિતાના પિતાશ્રી દેરાસર ન જતા હેવાથી તેમને અયોગ્ય લાગવા માંડ્યું. જેથી તેઓ ઘણું જ નમ્રતાથી પિતાજીને કહેતા કે “બાપુજી! આજે તે પૂજા ભણાવાય છે. આંગી સુંદર છે, રાત્રે ભાવના છે.” આવી આવી વાત કરી પિતાજીને દેરાસર લઈ જતા. પછી તે પૂછવું જ શું? વીતરાગ પરમાત્માના અલૌકિક પ્રતિમાજીનાં દર્શન, તેમના આગળ સંગીતના સરેદે વચ્ચે ભાવવાહી ગવાતી પૂજાઓ અને સ્તવને, સુંદર અને આકર્ષક અંગરચના અને સેંકડો નર-નારીઓને ભક્તિભાવ; આ બધું જોઈ ભદ્રક પરિણામી રૂગનાથભાઈને હદલાસ થયા. તેમણે પોતાના ચિત્તમાં વિચાર્યું કે “ પ્રતિમાજીને માનવા જોઈએ, તેમનું બહુમાન અને પૂજા કરવી જોઈએ. ” પછી તે ભાઈશ્રી હરજીવનદાસની પ્રેરણા વગર જ તેમના પિતાશ્રીએ દેરાસર જવાનું અને પ્રભુપૂજા કરવાનું ચાલુ કરી દીધું, અને પ્રતિમાજી પ્રત્યે દઢ શ્રદ્ધા થઈ ગઈ
૧૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦—૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ બૂS હું , મીલમાં થયેલી જેબર તરીકેની નીમણુક
આ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ને
ભાઈ શ્રી હરજીવનદાસે સ્કૂલમાં ઈંગ્લીશ અભ્યાસ ચાલુ રાખ્યું હતું. તેઓ ફુરસદ મળતાં કઈ કઈ વાર શેઠ વેણીશંકર લાખીયાની મીલ જેવા જતા અને કારીગરોનાં ભિન્ન ભિન્ન કામ બારીકાઈથી તપાસતા. તેમને વિચાર આવ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com