________________
( ૨૦ )
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
કરી પ્રાચીન તીર્થ કરેલ ગયા. અહીં પાંચ દેરાસરજી છે, તેમાં મુખ્ય દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. કારેલા તીર્થની યાત્રા કરી કોરટા તીર્થ ગયા, અને શ્રી આદીશ્વર પરમાત્માના ભવ્ય પ્રતિમાજીનાં દર્શન-વંદન કરી આત્મિક ઉલ્લાસ પામ્યા. અહીં સાત દેરાસરજી છે, તેમાં મુખ્ય દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. કેરટા તીર્થની યાત્રા કરી ત્યાંથી વાંકડી થઈ શિવગંજ પધાર્યા, અને પોરવાડના ઉપાશ્રયમાં ફાગણ ચોમાસી ચૌદશ કરી. શિવગંજના સંઘે ચોમાસા માટે વિનતિ કરી, પરંતુ ચતુર્માસને હજુ વાર હોવાથી વિનતિ ન સ્વીકારી. - પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી શા. ફત્તેચંદ ગેમાજી પિોરવાડે શિવગંજથી જાકેડા તીર્થને છરી પાળતો સંઘ કાઢ. સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પિતાના શિષ્ય-પરિવાર સાથે વિહાર કર્યો. જાકડામાં શા ફત્તેચંદ ગેમાજી તરફથી નવકારશી કરવામાં આવી. ત્યાંથી પંન્યાસજી મહારાજ વાલી અને સાદડી થઈ રાણકપુર તીર્થની યાત્રા કરી, ભાણવડ થઈ ઉદયપુર પધાર્યા. ત્યાં ચૈત્રી ઓળી અરધી કરી કેસરીયાજી ગયા. ત્યાં ચૈત્રી એની પૂર્ણ કરી, તથા ચૈત્રી પૂનમને દેવ વંદાવ્યા. - ચૈત્ર શુદિ ૧૩ ના રેજ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીની જન્મ-યંતીને વરઘોડો ઘણાજ દબદબા સાથે નીકળે, વરઘેડામાં હજારો યાત્રાળુઓ તથા દૂર-દૂરથી ભીલ લોકો આવ્યા હતા. ચૈત્રી ઓળીનું પારણું કરી પંન્યાસજી મહારાજ પિતાના શિષ્ય-પરિવાર સાથે ચૈત્ર વદિ ૧ ના રોજ વિહાર કરી પાછા
રાણકપુર આવ્યા, અને અક્ષય તૃતીયા રાણકપુર તીર્થમાં કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com