________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(પ) ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી વાલી, મેંડાણું અને સુમેરપુર થઈ વડગામ આવ્યા.
શિવગંજના ભાવિક સંઘે પંન્યાસજી મહારાજને શિવગંજમાં ચોમાસું કરાવવાને નિર્ણય કર્યો હતે. જેથી સંઘના અગ્રેસર ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા લેવા જુનાગઢ ગયા હતા. તેઓ આચાર્યજી મહારાજની આજ્ઞા લઈ વડગામ આવ્યા, અને શિવગંજમાં ચતુર્માસ માટે પધારવા આગ્રહભરી વિનતિ કરી. ગુરુદેવની આજ્ઞા થવાથી અને શ્રીસંઘની આગ્રહભરી વિનતિથી પંન્યાસજી મહારાજે તેમની વિનતિ સ્વીકારી અને વડગામથી શિવગંજ પધાર્યા. સંઘ તરફથી ધામધૂમથી સામૈયું થયું, અને સંવત ૧૯૭નું ચતુર્માસ શિવગંજમાં એસવાલની ધર્મશાલામાં
આ અરસામાં ખરસલીયાના રહીશ શ્રીયુત હરજીવનદાસના ધર્મપત્ની પરમ વૈરાગી બહેન અજવાળી શિવગંજમાં દીક્ષા અંગીકાર કરવા આવ્યા હતા. બહેન અજવાળીને દીક્ષા આપવાનું નક્કી થતાં તેમની સાથે આવેલા તેમના ભાઈ શા. ગીરધરલાલ મેઘજીભાઈ તરફથી ઠાઠમાઠથી વરઘેડે ચડાવવામાં આવ્યો. સં. ૧૭ના અસાડ શુદિ ૧૦ ના રોજ ચતુવિધ સંઘની વિશાળ હાજરી વચ્ચે પંન્યાસજી મહારાજે કહેન અજવાળીને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ સાઠવીજી શ્રી રાજેન્દ્રશ્રીજી રાખ્યું, અને તેમને સાઠવીજી શ્રી મેઘશ્રીજીના શિષ્યો કર્યા. :
શિવગંજમાં પંન્યાસજી મહારાજની વ્યાખ્યાન-વાણી સાંભળવા હંમેશાં ઓશવાળ, પિરવાડ, તથા જૈનેતરો પણ નિયમિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com