________________
-
ગણિવર્ય નું ટુંક જીવન ચરિત્ર
(8)
શ્રીસંઘે પાંચે દેરાસરજીમાં ગુપ્ત ભાંડાર કરાવ્યા. વળી પન્યાસજી મહારાજના સદુપદેશથી શા. પન્નાલાલ પ્રાગજીભાઈએ રૂપાના રથ કરાવ્યેા. ઉપધાનની માળ વખતે છપ્પન હજાર રૂપિયાની આવક થઈ હતી, એ દ્રવ્યથી શ્રી સુમતિનાથ ભગવાનના દેરાસરજીના જીર્ણોદ્ધાર શબ્યા તથા ઇન્દ્રધ્વજ કરાવવામાં આવી. જાવાલના કેટલાક શ્રાવકભાઇઓ પાસે ઘણા વખતથી ધર્માંદાની રકમ લેણી ખેચાતી હતી, એ પતતી નહાતી. પન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ રકમ પતાવી દીધી, અને ચાપડા ચાખ્ખા કરાવ્યા.
આવી રીતે અનેક શુભ કાર્યોં કરી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવયે પેાતાના શિષ્ય-પરિવાર સાથે જાવાલથી વિહાર કર્યાં, અને લાસ ગામના સંઘની વિનંતિથી લાસ ગયા. અહીંના પંચમાં પણ કેટલાક વખતથી કુસંપ હતા, પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ કુસપ દૂર કરાવ્યા, જેથી સંઘમાં આનંદ ફેલાયા, અને એ નિમિત્તે અઠ્ઠાઇ મહાત્સવ કર્યો તથા શાંતિસ્નાત્ર ભણાવ્યું. ત્યાંથી વિહાર કરી પાછા જાવાલ થઇ સીરાહી ગયા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી શ્રાવિકા હૅન ભાગીરથીએ સીરાહીંથી બ્રાહ્મણવાડાના છરી પાળતા સ'ઘ કાઢયા, સઘ સાથે પન્યાસજી મહારાજ પણ પધાર્યાં. બ્રાહ્મણવાડામાં મ્હેન ભાગીરથી તરફથી નવકારશી થઈ. ત્યાંથી સઘ સાથે પન્યાસજી મહારાજ પાછા સીરાહી આવ્યા. ત્યાં નાણુ મંડાવવામાં આવી, અને પન્યાસજી મહારાજ પાસે ઘણા ભાઈઓ તથા મ્હેનાએ ચતુર્થ વ્રત, ખારવ્રત, વિગેરે વિવિધ ત્રતા ઉચ્ચરી આત્માને પાવન કર્યાં. સારાહીથી વિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com