SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી ૧૯૨ની સાલનું ચતુર્માસ પાલીતાણામાં મેતી સુખીચાની ધર્મશાળામાં કર્યું. ચોમાસા અગાઉ શંખલપુર, હાલ ભાવનગરના રહીશ ભાવસાર નાનાલાલ ભવાનદાસ પિતાના બંધુ ભૂદરદાસ સાથે પાલીતાણા આવ્યા હતા. પરમ વૈરાગી ભાઈ નાનાલાલને દીક્ષા લેવાની ઈચ્છા થતાં તેમણે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજને એ હકીકત જણાવી, અને તેમના ભાઈ ભૂદરદાસને પૂછતાં તેમણે સંમતિ આપી; જેથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે અશાહ શુદિ ૧૪ ના રોજ ભાવસાર નાનાલાલ ભવાનદાસને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી ભદ્રંકરવિજયજી રાખ્યું અને તેમને મુનિરાજશ્રી જગતવિજયજીના શિષ્ય કર્યા. પંન્યાસ શ્રી કંચનવિજયજી મહારાજની વૈરાગ્યવાહિની દેશના સાંભળી ઘણું શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા બહેનોએ એકાસણાથી ચોસઠ પહોરના પિસહ કર્યા, એ તપસ્વીઓની ભક્તિ જુદા જુદા ગૃહસ્થ તરફથી થઈ. વળી તેઓશ્રીના સદુપદેશથી ચૌદ પૂર્વ, અષ્ટ મહાસિદ્ધિ, અક્ષય નિધિ અને પીસ્તાળીશ આગમની તપસ્યા ઘણું ભાઈબહેનોએ વિધિપૂર્વક કરી; તે નિમિત્તે વરઘેડા ચડાવવામાં આવ્યા, તથા અઠ્ઠાઈ મહત્સવ થયો. આ ચતુર્માસ દરમ્યાન ખાટકીઓ ૧૮૦૦ ઘેટાંઓને કસાઈવાડે લઈ જતા હતા, તેની પંન્યાસજી મહારાજને ખબર પડતાં વ્યાખ્યાનમાં અભયદાન ઉપર સચોટ ઉપદેશ આપે. તુરતજ શ્રાવક ભાઈઓ અને શ્રાવિકા બહેને એ છૂટે હાથે ફંડ એકઠું કર્યું, જેથી એ નિર્દોષ ૧૮૦૦ ઘેટાંઓને છોડાવવામાં આવ્યા પંન્યાસજી મહારાજના સદુપદેશથી ભાલે સણવાળા મણિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034916
Book TitlePanyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy