________________
૦૦૦૦૦૦૦૦૦૦
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૩૮) પવિત્ર કિયામાં જેનોને મોટા સમુદાય ઉપરાંત જૈનેતર તથા ન્યાયાધીશ, થાણદાર, ફોજદાર વિગેરે અમલદારોએ પણ ભાગ લીધો હતો. વળતે દિવસે પરમાત્માના રથ સહિત ધામધૂમથી વરઘોડે કાઢવામાં આવ્યું, તેમાં પણ જેનૌ તથા જૈનેતર ઉપરાંત તમામ અધિકારી વર્ગ સામેલ થયા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૬ પરમોપકારી ગુરૂદેવને અપાયેલી આચાર્ય પદવી. કે
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પંન્યાસજી શ્રી કંચનવિજયજી તલાજામાં હતા, એ વખતે ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ સાહેબને પાલીતાણામાં આચાર્ય પદવી આપવાનું નક્કી થવાથી એ શુભ પ્રસંગે પધારવા શેઠ પોપટલાલ ધારશીભાઈ તરફથી પત્ર આવ્યો, જેથી તેઓશ્રી પોતાના શિષ્યો સાથે તળાજાથી વિહાર કરી પાલીતાણા પધાર્યા. આચાર્ય પદવીના માંગલિક પ્રસંગે શેઠ પોપટલાલ ધારશીભાઈ તરફથી મેતી સુખીયાની ધર્મશાળામાં ઘણુજ ઠાઠમાઠથી જુદા જુદા તીર્થોની રચના સાથે અઠ્ઠાઈ મહોત્સવ શરૂ થયું. સંવત ૧૯૨ ના વૈશાખ શુદિ ૪ શનિવારના રોજ આગમેદારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે મેતી સુખીયાની ધર્મશાળામાં પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજને આચાર્યપદથી વિભૂષિત કર્યા, અને ત્યારથી તેઓશ્રી આચાર્ય શ્રી વિજયભકિતસૂરિજી એ નામથી પ્રસિદ્ધ થયા.
ગુરુદેવ આચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com