________________
આ પુસ્તકરત્નનાં પૃ. ૧૭૧ ઉપર જણાવ્યા મુજબ આ પુસ્તકના લેખકશ્રીએ કલ્યાણ માસિકમાં શંકા-સમાધાન લખનાર આ૦ શ્રીને છ-છ વર્ષ સમજાવ્યા બાદ તેઓશ્રીનાં સમાધાને શાસ્ત્ર વિરૂદ્ધ જ છે, એમ તેઓશ્રીને સપ્રમાણ ખ્યાલ આપવા સારૂ તે કલ્યાણ માસિકના તંત્રી સોમચંદ ડી. શાહ હસ્તક કલ્યાણના તેરમા વર્ષને ત્રીજો અંક તો તેઓશ્રીના છપાયેલાં સમાધાનની સાઈડમાં અનેક શાસ્ત્રપાઠ લખીને પણ મેકલી આપેલ હોવા છતાં તેઓશ્રીએ પિતાની તે તે શાસન વિઘાતક ભૂલને સુધારવા ધ્યાનજ ન આપ્યું ! એ જોતાં મજકુર આચાર્યશ્રીના બેધની સાથે શાસ્ત્ર અને શાસનપ્રેમનાં તેઓશ્રીનાં લાગતા-વળગતાઓ તરફથી અનેક સ્થળે પ્રસિદ્ધ થવા પામેલા મૂલ્યાંકનોને આબાદ ઘટસ્ફોટ થઈ જવા પામે છે. પરમેષ્ટિના ત્રીજ પદે બિરાજતા આચાર્યશ્રીની આ સ્વ–પરહિત ઘાતક મહત્વાકાંક્ષા, તેમના પ્રશંસકોને પણ નીચું જોવડાવનારી ગણાય.
પૂ. શાસન કંટકેદ્ધારકશ્રીએ તેઓશ્રીના તેવા વિપરીત ૧૩૫ સમાધાનોને અનેક શાસૅના પાઠ સહિત અનર્થકર રૂપે તૈયાર કર્યા બાદ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રી માણિકય સાગરસૂરીશ્વરજી મહારાજાશ્રીની પવિત્ર દષ્ટિ તળે પસાર કરાવવા પૂર્વક શુદ્ધતાની ખાત્રી કરીને આ ગ્રંથરૂપે અમને પ્રસિદ્ધિ માટે સુપ્રત કરેલ છે તે પૂજ્યશ્રીના સ્તુત્ય પ્રયાસને શાસન સેવાની નકકર ધગશ રૂપે અમારે ઓળખાવો રહેતો નથી.
આ પુસ્તકરત્ન આજથી એક વર્ષ પહેલાં જ પ્રસિદ્ધ થવાની વકકી હતી (જે વખતે આ. શ્રી લ. સૂ. જીવંત હતા.) અને તે મુજબ ભાવનગરથી પ્રસિધ્ધ થતા જૈન પત્રના વર્ષ ૬૦ અંકે ૨૩ તા. ૧૭-૬-૬૧ ના પાના નં. ૩૦૩ ઉપર આ પુસ્તકર છપાઈને તૈયાર થવાની જાહેરાત પણ થયેલ છે.
પરંતુ પ્રેસની અનેક મુશ્કેલીઓને અંગે આ પુસ્તકરત્ન આ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com