________________
અંગમાં ન હોવાથી પૂજા ન થાય અને કઈ કરતું હોય તે તે વિધિને જાણ નથી, અને તેની ભકિત તે અતિભકિતમાં ચાલી જાય છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે ગ્ય નથી. લાંછન નવ અંગમાં તો નથી, પરંતુ આખા અંગમાં તે છે જ. પ્રભુની ચાંદી સેના આદિની આંગી લાંછનને છોડીને થતી નથી. વળી નવ અંગની પૂજા વિધિ છે તેથી પ્રભુના તે નવ અંગ જ પૂજનીય નથી; પરંતુ તે નવ અંગને ધરાવનારૂં પ્રભુનું આખું અંગ પૂજનીય છે. ૩-કલ્યાણું વર્ષ ૬ અંક ૮ પૃ. ૩૩૨ ક. ૨
તે જ શંકાકારની ગરજ સાધુઓનું સ્થાન જેનશાસનમાં છે?” એ શંકાનું જે “ગરજ સાધુઓનું સ્થાન જૈન શાસનમાં નથી. કારણકે પાંચ મહાવ્રતને પાળનારા અને શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનનારાઓ જ જૈન શાસનમાં સાધુ તરીકે ગણી શકાય છે. તેવું ગરજીમાં નહિં હોવાથી જેન સાધુઓમાં સમાવેશ થઈ શક્તો નથી” એ પ્રમાણે સમાધાન આપેલ છે, તે મનસ્વી છે. જેનશાસનમાં તે અભવિ સાધુઓને, ત્રિદંડી થવા છતાં મરિચિને અને પરિવ્રાજક છતાં અંબડઆદિને પણ સ્થાન છે, તે સંવેગી સાધુના અભાવમાં શ્રી જિનપ્રતિમા અને જિનાગમને સાચવનાર અને
નેને જૈન તરીકે રાખનાર ગેરઇને સ્થાન કેમ ન હોય? આચાર્યશ્રીને પૂછવું જોઈએ કે શ્રી ઉપદેશતરંગિણમાં ૫૦૦ ૫૦૦ માતંગ વગેરેના સંઘે શ્રી સિદ્ધગિરિજીની યાત્રાર્થે આવ્યાનું જણાવ્યું છે તે
સંઘનું પણ જેનશાસનમાં સ્થાન માને છે કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com