________________
૧૯૮
જાણવા માગેલ છે; આમ છતાં આચાર્યશ્રીએ, તે શંકાના સમાધાનમાં હિંદીમાં જ જણાવ્યું છે કે-“મારવાડી કાર્તિક વદી અમાવાસ્યા (ગુજરાતી આસો વદી અમાવાસ્યા) કી રાત્રી કી ચાર ઘડીયાં અવશેષ થી તબ પ્રભુશ્રી મહાવીર સ્વામીજીકા નિર્વાણકલ્યાણક હુઆ થા! ઉસી દિનકે સુબહ શ્રી ગૌતમ સ્વામીજી કે કેવલજ્ઞાન હુઆ થા. આ સમાધાનમાં તેઓશ્રીએ પ્રકારે નહિ પૂછેલે પ્રભુ મહાવીરદેવના નિર્વાણને સમય જણાવીને અને “પ્રભુનિર્વાણ પછી ગૌતમ સ્વામિજીને કેટલા સમયે કેવલજ્ઞાન થયું? એ પૂછેલા પ્રશ્નનું મુજબ શ્રી ગૌતમસ્વામીના નિર્વાણને સમય નહિ જણાવતાં ભળતું જ સમાધાન આપી દેવા વડે માત્ર સમાધાનકાર તરીકેની ખ્યાતિ જ સાચવી રાખી છે તે વિલક્ષણતાની ઉપેક્ષા કરીને પ્રસ્તુત વિષય પર જ આવું છું કે-તે ભળતા સમાધાનમાં પણ તેઓશ્રીએ, (૧) (પ્રભુ મહાવીરદેવ તે અમાસની બે ઘડી રાત્રિ અવશેષ હતી ત્યારે કાળધર્મ પામ્યા હોવાનું શાસ્ત્ર કહે છે, અને ચાર ઘડી પહેલાં કાળધર્મ પામ્યા હેવાનું શાસ્ત્ર કહેતું જ નહિ હોવા છતાં) ચાર ઘડી પહેલાં કાળધર્મ પામ્યા હોવાનું જણાવ્યું ! અને (૨) (શાસ્ત્રમાં શ્રી ગૌતમસ્વામિજીને કેવલજ્ઞાન તે અમાસના વળતે દિવસે એટલે કે-કાર્તિક શુદિ એકમના જ દિવસે થયું હોવાનું જણાવેલ હોવા છતાં) તેઓશ્રીએ તે અમાસના દિવસની સવારે કેવલજ્ઞાન થયું હોવાનું જણાવ્યું છે ! તેથી તે બને સમાધાને શાસ્ત્રવિદ્ધ છે.
શ્રી કલ્પસૂત્રમાં શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પ્રસંગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com