________________
૧૩૩
•
અને સંવત્સરી પ્રતિક્રમણને પશુ પકખી પ્રતિક્રમણમાં (તે પકિખ પ્રતિક્રમણના જ ત્રણ નામ તરીકે જણાવીને) તે પકખીના જ ત્રણ નામેામાંના બે નામ તરીકે લેખાવવાં પડે તેમ છે અને તેમ કરવા જતાં પાંચ પ્રતિક્રમણને ખલે તેઓશ્રીએ ત્રણ જ પ્રતિક્રમણ છે' એમ કહેવાની આપત્તિમાં મૂકાઈ જવું પડે તેમ છે. માટે આચાર્ય શ્રીનું તે સમાધાન, સમાધાન નથી; પરંતુ પૂર્વાપરના વિચાર વિનાને તર્ક માત્ર છે. પ્રશ્નકારના પ્રશ્નનું સમાધાન આચાર્ય શ્રીએ એ જ આપવું ઘટતું હતું કે “પકખી, ચામાસી અને સવત્સરીના આગલે દિવસે તે દૈવસિક પ્રતિક્રમણ, માંગલિક તરીકેનું પ્રતિક્રમણ ગણાય છે, તેમજ તે માંગલિક પ્રતિક્રમણમાં પણ આદેશની ભિન્નતા નહિ હોવાથી તે છઠ્ઠું ગણાતું નથી. વળી તે પ્રતિક્રમણને મંગલરૂપે ગણવાનુ કારણ તા [વર્તમાનમાં ત્રેવીશ પ્રભુ સિવાયના ફક્ત એક પાર્શ્વનાથ પ્રભુના શાસનની રખવાલિકા પદ્માવતી દેવી જ મૂળ શાસનદેવી તરીકે વિદ્યમાન હોઈને પ્રભુના શાસનની ખાધાપીડા દૂર કરવાની તે દેવીને અન્ય શાસનદેવીએ કરતાં સતત કાળજી રહે છે, તેથી તથા પાર્શ્વનાથ પ્રભુ, આદેય નામી ગણાતા હેાવાના કારણે] તે પ્રતિક્રમણની આદિમાં પ્રથમમ’ગલ તરીકે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં ચૈત્યવંદનની ચેાજના છે. વિશેષમાં આ અવસર્પિણીની ચેાવીશીમાંના આદેય નામ તરીકે લેાકલેાકેાત્તર પ્રસિદ્ધ એવા ‘શ્રી આદિનાથશાંતિનાથ-નેમિનાથ-પાર્શ્વનાથ અને ચરમતી પતિ શ્રી
મહાવીર’ એ પાંચ નામેાને શાસ્ત્રકારોએ મંગલ તરીકે શાસ્ત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com