________________
૧૧૫
કઠિન છે? અને તે વિરતિને પ્રાપ્ત કરનારા મુનિવરે મારી એ સ્થિતિ કરતાં કેટલી શ્રેષ્ઠ સ્થિતિને ભજનારા છે? એ ખ્યાલ તેઓશ્રીને સતત આપ્યા કરતું હોય છે. આથી ઉપરની બીજા નંબરની વાતમાં જણાવેલ શ્રી સેનપ્રશ્નના પાઠ મુજબ ‘તેઓશ્રી સાધુને વંદન કરે નહિ.” એ વાત યુક્તિયુક્ત પણ ઠરતી નથી અને તેથી જ આ સમાધાનમાં આચાર્યશ્રીએ,
ઓળખાણ થઈ હોય તે ગૃહસ્થ તીર્થકરને વિરતિધર નમસ્કાર કરે એ પ્રમાણે જણાવેલ વાત શાસ્ત્ર વિરુદ્ધ-યુક્તિ વિરુદ્ધ અને વ્યવહારથી પણ વરુદ્ધ ઠરે છે.
ગૃહસ્થ તીર્થકરની જેમ શ્રી શ્રેણિક મહારાજા, આગામી વીશીના આદ્ય તીર્થકર શ્રી પદ્મનાભસ્વામીને વ્યનિક્ષેપ જ હતું અને તેઓ આવતી વીશીમાં પ્રથમ તીર્થકર થવાના છે, એમ શ્રી વીરવિભુના શ્રીમુખથી શ્રી ગૌતમસ્વામિ આદિ સર્વ મુનિઓએ જાણ્યું જ હતું, છતાં તે મુનિએ તેમનો વંદનાદિ વિનય કરતા ન હતા. આ તાજું દષ્ટાંત જોતાં પણ આપણું આચાર્યશ્રી, “ઓળખાણ થઈ હોય તો ગૃહસ્થ તીર્થકરને વિરતિધર નમસ્કાર કરે, તથા
વ્યનિક્ષેપે પરમપૂજનીય છે. એ વાતને કલ્પિત રીતે પણ યથાર્થ લેખાવી શકે તેમ નથીઃ અર્થાત્ તેઓશ્રી, તે છદ્મસ્થ ગૌતમ ગણધર આદિ મુનિવરે શ્રેણિકમહારાજાને નમસ્કાર કરતા અને પર્ષદામાં પણ શ્રેણિક મહારાજને પિતાની આગળ બેસાડીને પોતે તેની પાછળ બેસતા.” એમ કેઈ મનસ્વી વાત વડે પણ સાબીત કરી શકે તેમ નથી;
અને શ્રેણિક મહારાજે રાજગૃહીમાં પધારેલ ગૌતમસ્વામીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com