________________
ત જણાવેલ છે તેના બદલે-જીવ, અજીવ, નિર્જરા અને મેક્ષ એ ચાર ત જ જણાવવા પર્યાપ્ત હતા; પરંતુ તેમ બની જતું નથી. માટે તે તો ચાર નહિ પણ નવ જણાવેલ છે. આ દરેક જતાં નિર્જરાની બુદ્ધિએ કરવાથી નિર્જર થાય. એ પ્રરૂપણ, “પુણ્ય-પાપ-આશ્રવ–સંવર અને બંધ એ પાંચેય તો પર કુઠારાઘાત કરનારૂં લેખવું રહે.
સંવરની આદરેલી ક્રિયામાં મુખ્યત્વે સંવરને બદલે નિજેરાનું ધ્યેય રાખનારને તે તે આદરેલું ભાવ અનુષ્ઠાન પણ દ્રવ્ય અનુષ્ઠાન બની જાય છે. શ્રી ષિઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૮ સર્ગ ૧૦ ના બ્લેક ૨૪૬ દ્વારા જોઈ શકીએ છીએ કે-શ્રી કૃષ્ણમહારાજનું સાતમાંથી જે ચાર નારકનું આયુષ્યકર્મ નિર્જયું છે, તે ૧૮૦૦૦ મુનિઓને નિર્જરાની બુદ્ધિએ નહિ; પરંતુ વંદનાની બુદ્ધિએ વંદન કરવાથી જ નિર્જયું છે અને શેષ ત્રણ નારકીનાં આયુષ્યની નિર્જરાની બુદ્ધિએ તેઓ ફરી વંદના કરવા ઉજમાળ થયા ત્યારે પ્રભુશ્રી નેમિનાથ ભગવંતે તેમની તે વંદનાને દ્રવ્યવંદના જણાવેલ છે, તેમજ તે નિર્જરાની બુદ્ધિવાળી દ્રવ્યવંદનાનું ફલ પણ ત્યાં વીરા શાલવીને દષ્ટાંતથી કાયકલેશ જણાવેલ છે. ચાલુ ક્રિયામાં બીજી ક્રિયાની બુદ્ધિ રાખનારને પૂ. મહ. શ્રી યશોવિજયજી મ., સાડી ત્રણસેનાં સ્તવનની ૧૦મી ઢાલની “માંડી ક્રિયા અવગણી રે, બીજે સ્થાને હર્ષ ૨; ઈષ્ટ અર્થમાં તેહથી રે, અંગારાને વર્ષ રે ૧૮, એ ગાથા વડે ચાલુ ક્રિયામાં અંગારાને વરસાદ વરસાવનાર તરીકે સંબોધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com